Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં કોંગ્રેસની રેલી પોલીસે અટકાવી, કાર્યકરોની અટકાયત:કલેક્ટર કચેરી તરફ જતી રેલીમાં પોલીસ સાથે ઘર્ષણ, ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ

    2 days ago

    વલસાડમાં આજે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યકરો કલેક્ટર કચેરી તરફ રેલી કાઢી રહ્યા હતા. તેમના હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ હતા. જોકે, કલેક્ટર કચેરી પહોંચે તે પહેલાં જ પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવી રેલીને અટકાવી દીધી. આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ થયું. પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી. કોંગ્રેસ પ્રમુખે મીડિયાને જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં ગડબડી, ઈવીએમ હેકિંગ અને મતદાર યાદીઓની ક્ષતિઓ અંગે વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનરના તાત્કાલિક રાજીનામાની માંગ કરી. રેલી અટકાવવામાં આવતા કાર્યકરો રસ્તા પર બેસી ગયા અને સરકાર તેમજ ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે મહિલા અને પુરુષ કાર્યકરોને પોલીસ વાહનમાં બેસાડી અટકાયત કરી.
    Click here to Read More
    Previous Article
    ભાજપ કોર્પોરેટરના બેરોજગાર ભત્રીજાએ ઓડીથી આધેડને અડફેટે લીધા:જ્યુસની દુકાન બંધ કરીને ઘરે નીકળ્યા હતા, સારવાર પહેલાં જ દમ તોડ્યો, આરોપી શિવાંશ પટેલની ધરપકડ
    Next Article
    ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ખોરાકમાંથી જીવાત નીકળી:એક વિદ્યાર્થીનીની તબિયત લથડી, વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment