Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ કોર્પોરેટરના બેરોજગાર ભત્રીજાએ ઓડીથી આધેડને અડફેટે લીધા:જ્યુસની દુકાન બંધ કરીને ઘરે નીકળ્યા હતા, સારવાર પહેલાં જ દમ તોડ્યો, આરોપી શિવાંશ પટેલની ધરપકડ

    2 days ago

    નવસારીના વ્યસ્ત વિસ્તાર ગણાતા એરુ ચાર રસ્તા પાસે ગત રાત્રે પૂરઝડપે દોડતી ઓડી કારના ચાલકે રસ્તા પર ચાલીને જઈ રહેલા એક આધેડને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં આધેડનું હોસ્પિટલ લઈ જતી વખતે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો, જો કે જલાલપોર પોલીસે આજે બપોરે તેની ધરપકડ કરી લીધી છે. આરોપી ભાજપના નગરસેવકનો ભત્રીજો આરોપી શિવાંશ પટેલ અને તેનો મિત્ર ઓડી કારમાં સવાર થઈને એરુ ચાર રસ્તા તરફ આવી રહ્યા હતા, જ્યાં તેમણે કાર પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આરોપી શિવાંશ નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભાજપના નગરસેવક ધર્મેશ ભીમ પટેલના ભત્રીજા થાય છે. ધર્મેશ પટેલના મોટાભાઈ ભરત પટેલનો પુત્ર બેરોજગાર છે. હવામાં ફંગોળાયા અને ક્ષણવારમાં જ શ્વાસ થંભી ગયા મૃતક અરુણ ઉપાધ્યાય રાત્રિના સમયે એરુ ચાર રસ્તા પાસે આવેલી પોતાની 'શિવ શક્તિ' નામની જ્યુસની દુકાન બંધ કરીને રાત્રે 10:30 વાગ્યે ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગાંધી ફાટક તરફથી એરુ ચાર રસ્તા તરફ પૂરઝડપે ધસી આવેલી ઓડી કારના ચાલક શિવાંશ પટેલે તેમને સામેથી અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે આધેડ હવામાં ફંગોળાઈને દૂર રોડ પર પટકાયા હતા. માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેઓ અર્ધબેભાન અવસ્થામાં રોડ પર પડ્યા હતા. આજુબાજુના રાહદારીઓએ તાત્કાલિક તેમને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું પ્રાણપંખીડુ ઉડી ગયું હતું. નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 108 એમ્બ્યુલન્સ મોડી આવતા સ્થાનિકોમાં રોષ અકસ્માત બાદ એકત્રિત થયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇમરજન્સી સેવા '108' પર ફોન કર્યો હતો. જો કે, એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતા ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવા માટે સ્થાનિકોએ લાચાર બની ખાનગી વાહનની મદદ લેવી પડી હતી. લાંબી રાહ જોયા છતાં 108 મોડી પહોંચતા રોષે ભરાયેલા લોકટોળાએ ઘટનાસ્થળે વીડિયો બનાવી તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસ તપાસ અને જાગૃત નાગરિકોની માગ ઘટનાની જાણ થતા જ નવસારી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ઓડી કારના ચાલક શિવાંશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ, કોંગ્રેસનું પ્રદર્શન:આગ્રામાં CECના ઘરની દીવાલો પર કાળો રંગ લગાવ્યો; રાજસ્થાનમાં પૂર્વ CM ગેહલોત- કાર્યકરો પર વોટર કેનન ચલાવ્યું
    Next Article
    વલસાડમાં કોંગ્રેસની રેલી પોલીસે અટકાવી, કાર્યકરોની અટકાયત:કલેક્ટર કચેરી તરફ જતી રેલીમાં પોલીસ સાથે ઘર્ષણ, ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment