Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ, કોંગ્રેસનું પ્રદર્શન:આગ્રામાં CECના ઘરની દીવાલો પર કાળો રંગ લગાવ્યો; રાજસ્થાનમાં પૂર્વ CM ગેહલોત- કાર્યકરો પર વોટર કેનન ચલાવ્યું

    2 days ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને દેશના વિવિધ રાજ્યોમાં સોમવારે પ્રદર્શનો થઈ રહ્યા છે. યુપીના આગ્રામાં કોંગ્રેસ કાર્યકરોએ જ્ઞાનેશ કુમારના ઘર પર કાળો રંગ લગાવ્યો અને લખ્યું- ‘જ્ઞાનેશ કુમાર ગદ્દાર, મત ચોર’. રાજસ્થાનના જયપુરમાં શહીદ સ્મારક ખાતે સભા બાદ કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી પંચની કચેરી સુધી પગપાળા માર્ચ કાઢ્યો. પોલીસે બેરિકેડિંગ કરીને કોંગ્રેસ કાર્યકરોને રોક્યા. પોલીસે પૂર્વ સીએમ અશોક ગેહલોત અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ સહિત કાર્યકરો પર વોટર કેનન ચલાવ્યું. રાજસ્થાન: જયપુરમાં ગેહલોત-ડોટાસરા પર વોટર કેનન ચલાવ્યું: વેનમાં બેસાડીને પોલીસ લઈ ગઈ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટી ‘મત ચોરી’ના મુદ્દે ચૂંટણી પંચ વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરી રહી છે. શહીદ સ્મારક ખાતે સભા બાદ ચૂંટણી પંચની કચેરી સુધી પગપાળા માર્ચ માટે કૂચ કરી. પોલીસે બેરિકેડિંગ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને રોકી દીધા. આ દરમિયાન કાર્યકર્તાઓની પોલીસ સાથે અથડામણ થઈ ગઈ. ઉત્તર પ્રદેશ: લખનઉમાં કોંગ્રેસીઓની પોલીસ સાથે અથડામણ, કાશીમાં મહિલાઓ બંગડીઓ લઈને પહોંચી લખનઉમાં ચૂંટણી પંચની કચેરીનો ઘેરાવ કરવા જઈ રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓને પોલીસે રોક્યા તો તેઓ પોલીસ સાથે અથડામણ થઈ. મધ્યપ્રદેશ: પ્રતીકાત્મક રીતે જ્ઞાનેશ કુમારને બેડીઓ પહેરાવવામાં આવી; કાર્યકર્તાઓ બેરિકેડ પર ચઢ્યા મધ્યપ્રદેશમાં SIRના વિરોધમાં ભોપાલમાં કોંગ્રેસનું પ્રદર્શન ચાલુ છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારના નેતૃત્વમાં કાર્યકરો મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની કચેરીનો ઘેરાવ કરવા પહોંચ્યા છે. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. કેટલાક કાર્યકરો બેરિકેડ્સ પર પણ ચઢી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    બ્રિટનમાં અમેરિકન એરબેઝ નજીક આતંકવાદી કાવતરાની આશંકા:5ની ધરપકડ, 85 ઘર ખાલી કરાવ્યાં; ઈરાન પરના હુમલાઓમાં ઉપયોગમાં લેવાતો બેઝ
    Next Article
    ભાજપ કોર્પોરેટરના બેરોજગાર ભત્રીજાએ ઓડીથી આધેડને અડફેટે લીધા:જ્યુસની દુકાન બંધ કરીને ઘરે નીકળ્યા હતા, સારવાર પહેલાં જ દમ તોડ્યો, આરોપી શિવાંશ પટેલની ધરપકડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment