Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે શખ્સોએ શ્રમિક પરિવાર પર સિમેન્ટની ટાઇલ્સથી હુમલો કર્યો‎:ભરૂચ ઝાડેશ્વરમાં એક્ટિવાની નજીવી બાબત લોહિયાળ જંગમાં ફેરવાઇ ગઇ

    11 hours ago

    ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નજીવી બાબતમાં મામલો એટલો ઉગ્ર બન્યો કે બે શખ્સોએ ભેગા મળીને એક આખા પરિવાર પર હિંસક હુમલો કરી દીધો હતો. પાર્ક કરેલી એક્ટિવા સાથે મોટરસાયકલ અથડાતાં થયેલા નુકસાનના પૈસા માંગવા જતાં બે શખ્સોએ ઉશ્કેરાઈને સિમેન્ટની ટાઇલ્સના ટુકડા વડે હુમલો કર્યો હતો. આ મારામારીમાં પિતા-પુત્ર સહિત ચાર લોકોને ઇજાઓ પહોંચી છે, જેમાં પિતા-પુત્રને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા છે. પોલીસે આ મામલે બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝાડેશ્વરના જીઇબી પ્લાન્ટ પાછળ કોઠી ફળિયામાં રહેતા શ્રીરામ લાલબહાદુર ગોંડના ઘર પાસે એક મોટરસાયકલ સ્લીપ ખાતાં નજીકમાં પાર્ક કરેલી એક્ટિવા નીચે પડી ગઈ હતી. એક્ટિવામાં થયેલા નુકસાન અંગે પરિવારના હિરલબેને મોટરસાયકલ ચાલક પાસે ખર્ચની માંગણી કરી હતી. આ સાંભળીને બાઇક ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને હિરલબેનને ધક્કો મારી ગાળો આપવા લાગ્યો હતો. પરિવારના અન્ય સભ્યો વચ્ચે પડતાં બાઇક ચાલક અને તેની પાછળ બેઠેલા શખ્સે ઉગ્ર બનીને મારામારી શરૂ કરી દીધી હતી. મોટરસાયકલ ચાલકે નજીકમાંથી સિમેન્ટની ટાઇલ્સનો ટુકડો ઉઠાવીને પુત્ર સાહિલના માથામાં ફટકારી દીધો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતા શ્રીરામને પણ ટાઇલ્સના ટુકડાથી ડાબા ગાલ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવતાં બંને હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મેટલ મર્ચન્ટ્સ સિવિલના દર્દીઓ માટે બન્યા ‘અન્નદાતા’‎:સંગઠિત શક્તિ અને સંવેદનાનો સંગમ, 27 સપ્ટેમ્બરે પણ ચાર સભ્યોના નામે તિથિદાન નોંધાવી માનવસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું
    Next Article
    દેશી ખેતી કરવા પર ભાર, 6,750 ખેડૂતોને તાલીમ‎:ભરૂચમાં પ્રાકૃતિક ખેતી માટે નિષ્ણાતોએ જીવામૃત, ઘનજીવામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓનું પ્રેક્ટિકલ કરાવ્યુ ં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment