Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ખેતી કરવા પર ભાર, 6,750 ખેડૂતોને તાલીમ‎:ભરૂચમાં પ્રાકૃતિક ખેતી માટે નિષ્ણાતોએ જીવામૃત, ઘનજીવામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓનું પ્રેક્ટિકલ કરાવ્યુ ં

    10 hours ago

    ભરૂચ જિલ્લાના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટે તે ઉદ્દેશ્યથી ભરૂચમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જિલ્લામાં એક સપ્તાહ લાંબા તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકાઓના 54 ક્લસ્ટરમાંથી કુલ 6,750 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ તાલીમ માત્ર વર્ગખંડ પૂરતી સીમિત ન રહી. નિષ્ણાતો, કૃષિ સખીઓ અને સીઆરપી દ્વારા ખેતરે જઈ ખેડૂતોને પ્રેક્ટિકલ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વિશેષ કરીને જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખવા ગાયના છાણ-મૂત્રમાંથી બનતા બીજામૃત, જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, પાણીનો બચાવ કરવા આચ્છાદન, વાફસા પદ્ધતિ, મિશ્ર પાક અને આંતરપાક લેવાના ફાયદાઓ પણ સમજાવવામાં આવ્યા હતા. સ્વસ્થ જમીન – સ્વસ્થ પાક – સ્વસ્થ પર્યાવરણ અને સમૃદ્ધ ખેડૂતના સૂત્રને સાર્થક કરવા ખેડૂતોને સ્થાનિક કુદરતી સંસાધનોનો જ મહત્તમ ઉપયોગ કરવા પ્રેરિત કરાયા હતા. આ તાલીમથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યેનો આત્મવિશ્વાસ વધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બે શખ્સોએ શ્રમિક પરિવાર પર સિમેન્ટની ટાઇલ્સથી હુમલો કર્યો‎:ભરૂચ ઝાડેશ્વરમાં એક્ટિવાની નજીવી બાબત લોહિયાળ જંગમાં ફેરવાઇ ગઇ
    Next Article
    જન્મ છુપાવવાના ઈરાદે કૃત્ય આચર્યાની આશંકા‎:ગોદી રોડ પર થેલીમાં તરછોડાયેલ નવજાતનો મૃતદેહ મળી આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment