Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્મ છુપાવવાના ઈરાદે કૃત્ય આચર્યાની આશંકા‎:ગોદી રોડ પર થેલીમાં તરછોડાયેલ નવજાતનો મૃતદેહ મળી આવ્યો

    9 hours ago

    ભરૂચ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલી રજનીગંધા સોસાયટીના કોમન પ્લોટમાંથી એક પ્લાસ્ટિકની થેલીમાં નવજાત બાળકનો મૃતદેહ બિનવારસી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રજનીગંધા સોસાયટીમાં રહેતા સ્વીટી પરમારને તેમના પાડોશી નિર્મલા રાણાએ જાણ કરી હતી કે ઘરની બાજુમાં આવેલા કોમન પ્લોટમાં સોનતલાવડી ઝૂંપડપટ્ટીની કમ્પાઉન્ડ વોલ પાસે કોઈએ નવજાત બાળકને તરછોડી દીધું છે. તેઓ તાત્કાલિક ત્યાં ગયા હતા. ત્યાં તેમને એક પ્લાસ્ટિકની થેલીમાં બાળક મૃત હાલતમાં પડેલું જોવા મળ્યું હતું. આ અંગે તાત્કાલિક 112 નંબર પર જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ, બાળકના માતા-પિતા કે અન્ય સગાસંબંધીઓએ બાળકનો જન્મ છુપાવવા માટે, અથવા અન્ય કોઈ બદ ઇરાદે, મૃતદેહનો આ રીતે બિનવારસી હાલતમાં નિકાલ કર્યો હોવાની શક્યતા જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભરૂચ જિલ્લાના અંક્લેશ્વરના એક વિસ્તારમાંથી પણ નવજાત શિશુ મળી આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દેશી ખેતી કરવા પર ભાર, 6,750 ખેડૂતોને તાલીમ‎:ભરૂચમાં પ્રાકૃતિક ખેતી માટે નિષ્ણાતોએ જીવામૃત, ઘનજીવામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓનું પ્રેક્ટિકલ કરાવ્યુ ં
    Next Article
    એશિયન ગેમ્સમાં શૂટર મનુ ભાકરની ઇવેન્ટ ચાલુ:મુરલી અને ગુલવીર એથલેટિક્સમાં ફાઇનલ રમશે; આજે એશિયન ગેમ્સમાં 24 ગોલ્ડ મેડલ મેચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment