Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટવાસીઓ ચેસ રમવા પહોંચી જજો:27 સપ્ટેમ્બરે મનપાની 'ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ' યોજાશે, વિજેતાઓને રોકડ પુરસ્કાર-શિલ્ડ અપાશે, મનપા દ્વારા માટીનાં ગણપતિજીની પ્રતિમાનું વિતરણ શરૂ

    11 hours ago

    રાજકોટ મનપા દ્વારા બાળકો અને યુવા ખેલાડીઓમાં ચેસ રમત પ્રત્યે રસ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા “ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા 27 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 8:00 કલાકે કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાશે. જેમાં U-11 (3 થી 11 વર્ષ) અને U-16 (11 થી 16 વર્ષ) એમ બે કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર સાથે સવારનો નાસ્તો અને બપોરનું ભોજન પણ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે 11 સપ્ટેમ્બર 2026 થી 19 સપ્ટેમ્બર 2026 દરમિયાન સવારે 10:30 થી સાંજે 6:00 કલાક સુધી શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ, સરદાર પટેલ સ્નાનાગાર, અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને ગેસફોર્ડ ચેસ ક્લબએથી ફોર્મ મેળવી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. રજીસ્ટ્રેશન ફી રૂ. 50 રિફન્ડએબલ રાખવામાં આવી છે. બંને કેટેગરીમાં પ્રથમ 5 વિજેતાઓને અનુક્રમે રૂ. 3100, રૂ. 2500, રૂ. 2100, રૂ. 1500 અને રૂ. 1100 તેમજ શિલ્ડ એનાયત કરાશે. મનપા-સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા 10,000 માટીના ગણપતિજીની મૂર્તિઓનું વિતરણ શરૂ રાજકોટ મહાપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે શહેરમાં માટીની ગણપતિજીની 10,000 મૂર્તિઓનું વિતરણ હાથ ધરાયું છે. પર્યાવરણમૈત્રી ગણેશોત્સવની ઉજવણી થાય અને જળપ્રદૂષણ અટકે તે હેતુથી શરૂ કરાયેલા અભિયાનને 250થી વધુ શાળાઓ, સંસ્થાઓ, નાગરિકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. આજે અને આવતીકાલે સવારે 11:00થી 2:00 અને બપોરે 3:00થી 6:00 વાગ્યા દરમિયાન શહેરના વિવિધ 16 કેન્દ્રો પર મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે. જેમાં નાનામવા મેઇન રોડ પર મહાત્મા ગાંધી સ્કૂલ, સોજીત્રા નગર મેઇન રોડ પર ન્યુ એરા સ્કૂલ, અનંતીકા પાર્ક ખાતે શુભમ ગ્લોબલ સ્કૂલ, કુવાડવા રોડ પર ભૂષણ સ્કૂલ, મોરબી રોડ પર સેટેલાઇટ સ્કૂલ, સ્વાતી પાર્કમાં ગોલ્ડન ઓક સ્કૂલ, પુનીતનગરની ઉદયમ સ્કૂલ તથા તપોવન, PDM કેમ્પસમાં સર્વોદય સ્કૂલ, કાલાવડ રોડ અને ન્યુ રીંગ રોડ પર જિનિયસ સ્કૂલ, ગાંધીગ્રામ ખાતે પુષ્પાર્થ સ્કૂલ, દેવનગર ખાતે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ, ઈન્દ્રપ્રસ્થનગર ખાતે પી.વી. મોદી સ્કૂલ, રૈયા રોડ પર રોજરી સ્કૂલ, કાલાવડ રોડ પર આત્મિય કોલેજ અને શહેરના અન્ય નિયુક્ત વિસ્તારના વિતરણ કેન્દ્રનો સમાવેશ થાય છે. ઓનલાઈન નોંધણી કરાવનારાઓએ પહોંચ બતાવી મૂર્તિ મેળવાની રહેશે, જ્યારે રજીસ્ટ્રેશન ન કરાવી શક્યા હોય તેવા લોકો પણ 'નહીં નફો, નહીં નુકશાન'ના ધોરણે રૂ. 500 ચૂકવીને મૂર્તિ મેળવી શકશે. આ ઉપરાંત કિસાનપરા ચોક, સોરઠિયાવાડી ચોક અને પેડક રોડ ખાતે વિશેષ જનજાગૃતિ સ્ટોલ પણ કાર્યરત કરાયા છે. આંગણવાડીના કિચનમાં ચકાસણી, 364 બાળકોના નાસ્તાની સ્વચ્છતા અને ગુણવત્તા તપાસાઈ રાજકોટ મહાપાલિકાના ICDS વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત પારસ એગ્રો સોસાયટી કિચનની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તા, સ્વચ્છતા-હાઈજીનની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અઠવાડિક નાસ્તાના મેનુનું નિદર્શન યોજાયું હતું. આ કિચન મારફતે મહાપાલિકા સંચાલિત આંગણવાડીઓમાં અભ્યાસ કરતા 3થી 6 વર્ષના 364 બાળકોને સોમવારથી શનિવાર સુધી પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવામાં આવે છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.કે. નંદાણી, ICDS સમિતિના ચેરમેન કેતન ઠુંમર, વાઈસ ચેરમેન અલ્પાબેન દવે, ડે. મેયર દક્ષાબેન વસાણી તેમજ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ કિચનમાં રસોડાની સ્વચ્છતા તથા સમગ્ર વ્યવસ્થા તપાસી હતી. ઉપસ્થિત લોકોએ નાસ્તાનો સ્વાદ ચાખી તેની ગુણવત્તા ચકાસી હતી અને પોષણ અંગેની પ્રતિજ્ઞા પણ લીધી હતી. રાજકોટ મનપા દ્વારા રેસકોર્સમાં ભવ્ય શરદોત્સવનું આયોજન કરાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ પર સફળ સાર્વજનિક મટકી ફોડના આયોજન બાદ હવે ઓક્ટોબર માસમાં ભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવશે. જગદંબાની આરાધનાના આ પર્વે રેસકોર્સ સ્થિત રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે સંભવત: તા. 24 ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમ યોજવાનું વિચારાઇ રહ્યું છે. આ શરદોત્સવમાં રાજકોટના પ્રખ્યાત કંકણ ગૃપના 100થી વધુ કલાકારો તેમજ અમરેલીની જેસીંગપરા રાસ મંડળી, ધ્રોલ અને પોરબંદરની મેર રાસ મંડળીના કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવશે. આ ભવ્ય આયોજનમાં ભાગ લેનાર વિવિધ રાસ મંડળીઓને પ્રોત્સાહિત કરવા રૂ. 1,00,000 થી લઇને રૂ. 1,51,000 સુધીના રોકડ પુરસ્કારો આપીને નવાજવામાં આવશે. હાલ આ આયોજનને આખરી ઓપ આપવાની કાર્યવાહી ચાલી રહી છે, જે અંતર્ગત આગામી તા. 19મીએ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં અરજન્ટ બીઝનેસ દરખાસ્ત રજૂ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    ગણેશોત્સવમાં પોલીસ ડ્રોન-CCTVથી ચાંપતી નજર રાખશે:અફવા ફેલાવશો તો ખેર નથી!, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ફોર્સ તૈનાત કરાશે
    Next Article
    પત્નીના જન્મદિવસે પતિએ ઝેર ગટગટાવ્યું:ત્રીજા દિવસે વિરહમાં પરિણીતાએ પણ પિયરમાં જીવન ટૂંકાવ્યું, સુરતમાં હૈયું કંપાવનારી ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment