Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારી ચોકડી ઓવરબ્રિજ પર બે કાર સામસામે ભટકાઈ:કારમાંથી ઇજાગ્રસ્તોને બહાર કઢાયા, હાઇ-વે પર ટ્રાફિક જામ સર્જાતા પોલીસે હળવો કર્યો

    12 hours ago

    ભાવનગર શહેર નજીક આવેલા નારી ચોકડી વિસ્તારમાં ઢળતી સાંજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલા નારી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી બે ફોર-વ્હીલર કાર અચાનક સામસામે ધડાકાભેર અથડાઈ પડી હતી. આ જોરદાર ટક્કરના કારણે બંને કારને મોટું નુકસાન થયું હતું અને કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતાં જ ઓવરબ્રિજ પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વરતેજ પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો દુર્ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક રાહદારીઓની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોમાંથી બંને ઇજાગ્રસ્તોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પ્રાથમિક સારવાર અને વધુ સારવાર અર્થે તેમને તાબડતોબ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનો હટાવી માર્ગ પૂર્વવત કરાવ્યો ઓવરબ્રિજ પર થયેલા આ અકસ્માતને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ જતાં વરતેજ પોલીસે ક્રેનની મદદથી દુર્ઘટનાગ્રસ્ત બંને કારને રોડની સાઈડમાં ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અકસ્માત ઓવરટેક કરવાના પ્રયાસમાં થયો કે પછી કોઈ એક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં સર્જાયો, તે સહિતના તમામ પાસાઓ પર વરતેજ પોલીસે કાયદેસરની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોબાઈલ સ્નેચરને લોકોએ 500 મીટર દોડાવી દબોચ્યો:પકડાઈ જતાં આરોપીએ ચપ્પુ મારવાની ધમકી આપી, થાંભલા સાથે માથું અથડાવ્યું; પથ્થર માથામાં માર્યા, પોલીસે ધરપકડ કરી
    Next Article
    રેંજ IG ટીમે ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા:વિસાવદર બસ સ્ટેશન પાસેથી લાખોના ગાંજા સાથે સુરતના ત્રણ શખસ દબોચાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment