Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીલવા નજીક પાંજરામાં દીપડો કેદ:જૂનાગઢના લીલવા ગામ પાસેથી શાળા નજીકથી ખૂંખાર દીપડો ઝડપાયો: ડેડકીયાળીની ઘટના બાદ વન વિભાગના ઓપરેશનથી ગ્રામજનોમાં રાહત

    8 hours ago

    ​જૂનાગઢ પંથકમાં વન્ય પ્રાણીઓની અવરજવર અને હિંસક હુમલાની ઘટનાઓને કારણે લોકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢના ઘણા તાલુકાઓ ગીર જંગલની સરહદે આવેલો હોવાથી અહીં સિંહ અને દીપડા સહિતના હિંસક પ્રાણીઓની દહેશત અત્યંત વધારે રહે છે. અવારનવાર વન્ય જીવો માનવ વસ્તી કે વાડી વિસ્તાર સુધી આવી ચડતા હોવાના કારણે ગ્રામજનો હંમેશા ભયના સાયા હેઠળ જીવવા મજબૂર બને છે. ​તાજેતરમાં એક હૃદયદ્રાવક બનાવ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દેડકીયાળી ગામે બન્યો હતો, જ્યાં થોભણભાઈ કોરાટની વાડીમાં ભાગીયા તરીકે રહી ખેતીકામ કરતા દેવીપૂજક પરિવારની પાંચ વર્ષની માસૂમ બાળકી પ્રિશા ફળિયામાં રમી રહી હતી ત્યારે એક ખૂંખાર દીપડી તેને અચાનક ઉઠાવી ગઈ હતી. આ ઘટના બાદ ખેતરમાં ભારે શોધખોળ હાથ ધરવામાં આવતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે શોક, રોષ અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. ​આ ગંભીર ઘટનાને પગલે વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં દીપડાઓને પકડવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. દરમિયાન, આજે લીલવા ગામે શાળા નજીકથી વધુ એક ખૂંખાર અને નર દીપડો વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં સફળતાપૂર્વક કેદ થઈ ગયો છે. લીલવા ગામે શાળા નજીકથી આ નર દીપડો પકડાઈ જતાં આસપાસના ગ્રામજનોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. ​ગીરની સરહદે આવેલા આ વિસ્તારમાં અગાઉ બનેલી દુર્ઘટના બાદ વન વિભાગ દ્વારા લેવાયેલાં આ પગલાંથી લોકોમાં નિરાંત અનુભવાઈ છે, પરંતુ હજુ પણ આ વિસ્તારમાં હિંસક પ્રાણીઓની દહેશત યથાવત હોવાથી ગ્રામજનો દ્વારા વન વિભાગ પાસે વધુ સુરક્ષા અને સતત પેટ્રોલિંગની માંગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના પેરા ગામે દીપડાની દહેશત:પાંચ બંગલા વિસ્તારમાં મોડી રાત્રે શ્વાનનો પીછો કરતા CCTVમાં કેદ, વન વિભાગે પાંજરૂ ગોઠવવાની તજવીજ શરૂ કરી
    Next Article
    યુનાઇટેડ વે ઓફ બરોડાએ વધુ 20 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારી:અતુલ પુરોહિત ફરી ખેલૈયાઓને ડોલાવશે, 2010થી અત્યાર સુધીમાં 160 મનોદિવ્યાંગ બાળકોની સારસંભાળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment