Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુનાઇટેડ વે ઓફ બરોડાએ વધુ 20 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારી:અતુલ પુરોહિત ફરી ખેલૈયાઓને ડોલાવશે, 2010થી અત્યાર સુધીમાં 160 મનોદિવ્યાંગ બાળકોની સારસંભાળ

    11 hours ago

    યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં જાણીતા ગાયક અતુલ પુરોહિત ફરી ખેલૈયાઓને ડોલાવશે. મનોદિવ્યાંગ બાળકોની સેવામાં તત્પર વડોદરા શહેરના મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકો સાથે યુનાઇટેડ વે ઓફ બરોડા જોડાયું છે. 20 બાળકોની યુનાઇટેડ વેએ જવાબદારી સ્વિકારી યુનાઇટેડ વે ઓફ બરોડાના ફાઉન્ડર ટ્રસ્ટ્રી અમિત ગોરડિયાએ જણાવ્યું હતું કે, યુનાઇટેડ વેને મળતા અનુદાનમાંથી સંસ્થા છેલ્લા 40 વર્ષથી અનેક સામાજિક સેવા કરી રહી છે, ત્યારે આ વર્ષે મનોદિવ્યાંગ બાળકો માટે સેવા કરતી આસ્થા ફાઉન્ડેશનને સહાય કરવાનું વિચારતા સંસ્થાના 20 બાળકોની યુનાઇટેડ વેએ જવાબદારી સ્વિકારી છે. 2010થી 160 મનોદિવ્યાંગ બાળકોની સારસંભાળ લઈ રહ્યુું છે રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શનમાં ચાલી રહેલ આસ્થા ફાઉન્ડેશન વર્ષ 2010થી 20 જેટલા તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા 160 જેટલા મનોદિવ્યાંગ બાળકોની સાર સંભાળ લઇ રહ્યું છે. મનોદિવ્યાંગ બાળકોની સેવાએ ભગવાનની સેવા સમાન જ છે અને તે સેવા કરવાનો લાભ પ્રત્યેક વ્યક્તિએ લેવો જોઇએ તેવું મારું સ્પષ્ટ પણે માનવું છે. બરોડામાં જે સંસ્થાઓ સારું કામ કરી રહ્યા છે, તેમને મદદ કરવા માટે અમે હંમેશા તૈયાર છીએ. દર વર્ષે અમારી પાસે જેટલું ફંડિંગ, પૈસા કે ડોનેશન આવે છે, તે તમામનો ઉપયોગ અમે આવી સારી સંસ્થાઓને સપોર્ટ કરવા માટે કરીએ છીએ. આવી સંસ્થાઓનું સારું કામ આગળ વધે તે માટે અમારાથી જેટલું થઈ શકે એટલું અમે કરીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    લીલવા નજીક પાંજરામાં દીપડો કેદ:જૂનાગઢના લીલવા ગામ પાસેથી શાળા નજીકથી ખૂંખાર દીપડો ઝડપાયો: ડેડકીયાળીની ઘટના બાદ વન વિભાગના ઓપરેશનથી ગ્રામજનોમાં રાહત
    Next Article
    Video: Delhi Minister Parvesh Verma Loses Cool, Slaps Man Filming Inspection

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment