Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક્ટિવાને કારે ઉલાળતાં પતિ-પત્ની અને દીકરાનું મોત:સાળંગપુરથી દર્શન કરીને અક્ષર દેરી જતાં આણંદના દર્શનાર્થીની કાર કાળ બની, બગડા પરિવારનું રોડ પર ફંગોળતાં મોત

    14 hours ago

    ગોંડલના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે પુરપાટ આવતી કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર અનિડા ભાલોડી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માતાના ખબરઅંતર પૂછવા પતિ અને દીકરા સાથે દીકરી રામોદ જતી હતી. ત્યારે સાળંગપુરથી દર્શન કરી અક્ષર દેરીએ દર્શને જતાં આણંદના દર્શનાર્થીઓની કાર પરિવાર માથે કાળ બની ને ત્રાટકી હતી. કાર એક્ટિવાને ખાડામાં ઢસડી ગઈ હતી અને પલટી ગઈ હતી. એરબેગ ખુલી જતાં મહિલાચાલક તથા કારમાં સવાર અન્ય લોકોનો બચાવ થયો હતો. બગડા પરિવાર રામોદ જતો હતો અનિડા ભાલોડી ગામના રહેવાસી જયેશ કરશનભાઈ બગડા (ઉંમર વર્ષ 40) પોતાના એક્ટિવા (નંબર GJ 03 LS 5971) પર પત્ની શાંતુબેન અને 13 વર્ષીય પુત્ર વ્રજ સાથે રામોદ ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન ઘોઘાવદર અને રામોદ વચ્ચે પુરપાટ ઝડપે આવી રહેલી ટાટા નેક્સોન કાર (નંબર GJ 23 CF 0472) સાથે એક્ટિવા ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે એક્ટિવા પર સવાર ત્રણેય સભ્યો ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. મૃતકોને 3 એમ્બ્યુલન્સમાં ખસેડાયા અકસ્માત સર્જનાર નેક્સોન કારચાલક હિરલબેન પટેલ આણંદથી મોડી રાત્રે અઢી વાગ્યે નીકળ્યા હતા. કારમાં 3 મહિલા અને એક પુરૂષ મળી 4 લોકો સાળંગપુર ખાતે દર્શન કરીને ગોંડલના પ્રખ્યાત અક્ષર મંદિર ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. અકસ્માતની જાણ થતા જ ગોંડલથી 2 અને કોટડા સાંગાણીથી 1 એમ કુલ 3 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્રણેય મૃતકોના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ (PM) કરવામાં આવશે. પી.એમ.ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતકોના પાર્થિવ દેહને તેમના સ્વગૃહે અનિડા ગામે લઈ જવામાં આવશે. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. બનાવની ગંભીરતા જોતા ગોંડલ તાલુકા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરી કાર ચાલક સામે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના માળામાંથી ત્રણ મોતી વિખેરાઈ જતા અનિડા ભાલોડી પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પી.એમ.બાદ શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે અનિડા નિવાસ સ્થાને મુકવા જશે. અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અંતિમ યાત્રામાં વપરાતો તમામ નિહારની કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ યુવકને લાફો ઝીંક્યો:AAPએ વીડિયો પોસ્ટ કરીને કહ્યું- રસ્તો બનાવવામાં થયેલા ભ્રષ્ટાચાર પર સવાલ કરવા બદલ માર માર્યો
    Next Article
    ગિરનાર પર્વતના અંબાજી મંદિર પર સફાઈ ઝુંબેશ:​જૂનાગઢ મહાનગરપાલિકા, ક્લિન અપ ટીમ અને ઉષા બ્રેકોના સહયોગથી આયોજન, ગિરનારને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment