Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર પર્વતના અંબાજી મંદિર પર સફાઈ ઝુંબેશ:​જૂનાગઢ મહાનગરપાલિકા, ક્લિન અપ ટીમ અને ઉષા બ્રેકોના સહયોગથી આયોજન, ગિરનારને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરાયો

    16 hours ago

    ​ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની શ્રદ્ધાંજલિ રૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત "સ્વચ્છતા હી સેવા - 2026" ના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ ખાતે વિશેષ સફાઈ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આજે જૂનાગઢ મહાનગરપાલિકા, ક્લીન અપ જૂનાગઢ ટીમ તથા ઉષા બ્રેકો લિમિટેડ (ઉડાન ખટોલા - જૂનાગઢ) ના સંયુક્ત ઉપક્રમે ગિરનાર પર્વત પર ભવ્ય મેગા સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર પર તેમજ ગિરનાર પર્વતની સીડી અને પગથિયાં પર આ સફાઈ અભિયાન સઘન રીતે ચલાવવામાં આવ્યું હતું. ગિરનાર પગથિયાં ઉપર કચરો એકત્ર કરવામાં આવ્યો ​ગિરનાર પર્વત પર મોટી સંખ્યામાં લોકો અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેના કારણે ગિરનાર અંબાજી મંદિર પર તેમજ ગિરનાર પગથિયાં ઉપર કચરો એકત્ર થતો હોય છે. આ કચરાના કારણે પર્યાવરણને નુકસાન ન થાય અને પવિત્ર સ્થળની સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર આ મેગા સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું. ગિરનારને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરાયો ​આ સફાઈ યજ્ઞમાં સ્થાનિક તંત્રના અગ્રણીઓ ઉપસ્થિતિ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય , મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. આ ઉપરાંત સંસ્થાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઉત્સાહભેર ગિરનાર અંબાજી મંદિર પર અને ગિરનાર પગથિયાં પર આ સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા. સૌએ સાથે મળીને શ્રમદાન કર્યું હતું અને ગિરનારને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    એક્ટિવાને કારે ઉલાળતાં પતિ-પત્ની અને દીકરાનું મોત:સાળંગપુરથી દર્શન કરીને અક્ષર દેરી જતાં આણંદના દર્શનાર્થીની કાર કાળ બની, બગડા પરિવારનું રોડ પર ફંગોળતાં મોત
    Next Article
    India vs West Indies LIVE Updates, 1st ODI: Kuldeep Yadav The Hero For India After WI's Stunning Start; Justin Greaves Nears 100

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment