Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લારીધારકોને કચરાનો યોગ્ય નિકાલ કરવા મનપાની તાકીદ:જડેશ્વર મંદિર અને નવયુગ સ્કૂલ માર્ગે ફૂડ ઝોનનું સરપ્રાઈઝ ચેકિંગ

    1 day ago

    પોરબંદર મનપાના મ્યુનિસિપલ કમિશનરે જડેશ્વર મંદિર અને નવયુગ સ્કૂલ માર્ગે ફૂડ ઝોનનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી લારીધારકોને ફરજિયાત ડસ્ટબિન રાખવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા તાકીદ કરાઈ હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તા. 17 સપ્ટેમ્બરથી તા. 17 ઓક્ટોબર દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા 2026 અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે જાહેર સ્થળો અને ખાણીપીણીના કેન્દ્રો પર સ્વચ્છતાની સ્થિતિ ચકાસવા માટે મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીએ ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે જડેશ્વર મહાદેવ મંદિર સામે તેમજ નવયુગ સ્કૂલ તરફ જતા માર્ગ પર આવેલા ફૂડ ઝોનમાં આકસ્મિક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે તમામ લારીધારકો અને ખાણીપીણીના ધંધાર્થીઓને પોતાની દુકાન કે લારી પાસે ફરજિયાતપણે કચરાપેટી રાખવા અને ગ્રાહકો દ્વારા કચરો રસ્તા પર ન ફેંકાય તે સુનિશ્ચિત કરવા કડક આદેશ આપ્યા હતા. ફૂડ ઝોનમાંથી ઉત્પન્ન થતા કચરાનો વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત નિકાલ કરવા અંગે તંત્ર દ્વારા સ્થળ પર જ વેપારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જાહેર માર્ગો પર કચરો ફેંકનારા સામે દંડાત્મક પગલા લેવાશે આ ચેકિંગ દરમ્યાન મનપા દ્વારા સૂચના અપાઈ હતી કે ખાણીપીણીની લારીઓના કારણે માર્ગો પર ગંદકી થશે અને રાહદારીઓ કે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડશે તો નિયમભંગ કરનારા વેપારીઓ સામે દંડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    તાલુકા કક્ષાએ રિઝર્વ સ્ટાફનો સદંતર અભાવ:પોરબંદર જિલ્લામાં 31 તલાટીની ઘટ હોવાથી 23 ગામના નાગરિકોના વહીવટી કામકાજમાં વિલંબ
    Next Article
    દંડ નહીં, સીધો કોર્ટ કેસ:103 વાહન ચાલકો સામે પોલીસનું કડક એક્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment