Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંડ નહીં, સીધો કોર્ટ કેસ:103 વાહન ચાલકો સામે પોલીસનું કડક એક્શન

    1 day ago

    પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરી અન્ય લોકોના જીવને જોખમમાં મૂકતા વાહનચાલકો સામે પોલીસે ઓગસ્ટ માસ દરમિયાન કડક કાર્યવાહી કરી હતી. સામાન્ય ટ્રાફિક નિયમભંગમાં દંડ વસૂલવામાં આવે છે, પરંતુ ગંભીર પ્રકારના કિસ્સામાં પોલીસે માત્ર દંડ સુધી કાર્યવાહી મર્યાદિત ન રાખી ગુના નોંધી કોર્ટ કાર્યવાહી હાથ ધરી હતી. ઓગસ્ટમાં આવા કુલ 103 વાહનચાલકો સામે ગુના નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કાર્યવાહી નશાની હાલતમાં વાહન ચલાવનારા સામે થઈ હતી. પોલીસે 51 વાહનચાલકો સામે ગુનો નોંધ્યો હતો. નશો કરીને વાહન ચલાવવાથી ચાલક ઉપરાંત રસ્તા પરના અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા જોખમાય છે. દરમિયાન શહેર અને જિલ્લામાં પુરઝડપે વાહન ચલાવી માર્ગ પર જોખમ ઊભું કરનારા 35 ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. બેફામ ઝડપને કારણે અકસ્માતનું જોખમ વધતું હોવાથી આવા કિસ્સામાં પોલીસે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ, રસ્તા પર નડતરરૂપ રીતે વાહન પાર્ક કરી ટ્રાફિકને અડચણ ઊભી કરનારા 17 વાહનચાલકો સામે ગુના નોંધાયા હતા. આવા વાહનોના કારણે ટ્રાફિકની ગતિને અસર થવાની સાથે અકસ્માતનું જોખમ પણ રહે છે. ગંભીર ટ્રાફિક નિયમભંગ સામે પોલીસે દંડ વસૂલવાને બદલે ગુનો નોંધી કોર્ટ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. જુલાઈ માસમાં 122 કેસ નોંધાયા હતા ગત જુલાઈ માસ દરમ્યાન જિલ્લામાં નશો કરેલ હાલતમાં વાહન ચલાવતા 61 ચાલક ઝડપાયા હતા, જ્યારે વધુ સ્પીડમાં વાહન ચલાવતા 30 ચાલક અને નડતર રૂપ વાહન પાર્ક કરનાર 31 ચાલક ઝડપાયા હતા, આમ કુલ 122 ચાલક સામે પોલીસે ગુન્હા નોંધ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    લારીધારકોને કચરાનો યોગ્ય નિકાલ કરવા મનપાની તાકીદ:જડેશ્વર મંદિર અને નવયુગ સ્કૂલ માર્ગે ફૂડ ઝોનનું સરપ્રાઈઝ ચેકિંગ
    Next Article
    પોરબંદરના બજારમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું:રૂ.20ની ડુંગળી રૂ.80એ પહોંચી,અન્ય રાજ્યોમાં નિકાસ વધતાં સ્થાનિક બજારમાં પુરવઠો ઘટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment