Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં મોહરમ પર્વ પૂર્વે શાંતિ સમિતિની બેઠક:પોલીસે શાંતિ અને કોમી એકતા જાળવવા અપીલ કરી

    10 hours ago

    વલસાડમાં આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. વલસાડ સીટી પોલીસ મથકે યોજાયેલી આ બેઠકમાં પોલીસે શાંતિ અને કોમી એકતા જાળવવા અપીલ કરી હતી. ગતરોજ સાંજે 6:00 કલાકે ડીવાયએસપી એ.કે. વર્માના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી. જેમાં મોહરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં વલસાડ સીટી પી.આઈ આર.એચ. વાળા, પ્રાંત અધિકારી વિમલ પટેલ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને તાજીયા કમિટીના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપી એ.કે. વર્માએ તમામ આયોજકોને મોહરમના જુલૂસ દરમિયાન પ્રતિબંધિત હથિયારો ન લાવવા અને જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને કોમી એકતા જાળવી રાખવા પણ અપીલ કરી હતી. ઉપરાંત, શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાતા કાર્યક્રમો દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને સામાન્ય લોકોને અવરોધ ન થાય તે માટે ખાસ સાવચેતી રાખવા જણાવાયું હતું. બેઠકમાં હાજર તમામ આયોજકોએ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં મોહરમ પર્વની ઉજવણી કરવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં બે સ્થળે ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા:પોલીસે કુલ 777 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
    Next Article
    હોટલના 103 નંબરના રૂમમાં શું બન્યું હતું?:સુરતમાં પ્રેમલગ્ન કરનાર કપલના આપઘાત કેસમાં નવો ખુલાસો, પરિવારને મેસેજ કરી પંખા સાથે દુપટ્ટો બાંધ્યો, અંતે ઝેર પીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment