Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં બે સ્થળે ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા:પોલીસે કુલ 777 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

    9 hours ago

    પોરબંદર પોલીસે નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણ કરનારાઓ સામેની ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. કુતિયાણા અને કમલાબાગ પોલીસ સ્ટેશનની ટીમોએ બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ 777 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રથમ દરોડો કુતિયાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે તરખાઈ ગામે ગાત્રાળ માતાજીના મંદિર પાસે આવેલા એક રહેણાંક મકાનમાં પાડ્યો હતો. બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહીમાં મકાનમાંથી 366 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ મામલે મહંત અખીલેશ્વરગીરી ગુરુ કમલગીરી (ઉંમર 56, રહે. તરખાઈ ગામ, ગાત્રાળ માતાજીનું મંદિર, તા. કુતિયાણા) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રૂ. 19,800/- ની કિંમતનો 366 ગ્રામ ગાંજો અને રૂ.5,000/- નો એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 24,800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કામગીરી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના સૂચન હેઠળ રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી સુતરીયા તથા કુતિયાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ દ્વારા કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી એક કાર્યવાહીમાં, કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે પોરબંદરની નવી ખડપીઠ, ઝુંડાલા ખાતે નારાયણ મંડપ સર્વિસના ગોડાઉન પાસે આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન 414 ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. આ કેસમાં હસમુખ ચંદુ ઉર્ફે સંતોષ સોલંકી (ઉંમર 35, રહે. નવી ખડપીઠ, ઝુંડાલા, પોરબંદર) નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રૂ.20,700/- ની કિંમતનો 414 ગ્રામ સુકો ગાંજો અને રૂ. 5,000/- ની કિંમતનો એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 25,700/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કામગીરી પોરબંદરના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા અને કમલાબાગ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.રામના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં સંયુક્ત શાળા પ્રવેશોત્સવ યોજાયો:સેવક ધુણીયા, ભટીયા પ્રાથમિક શાળાના બાળકોનું સ્વાગત કરાયું
    Next Article
    વલસાડમાં મોહરમ પર્વ પૂર્વે શાંતિ સમિતિની બેઠક:પોલીસે શાંતિ અને કોમી એકતા જાળવવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment