Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુપાલકોને રૂ.229માં રૂ.40 હજારનું વીમા કવચ:સરકાર 85% પ્રીમિયમ ચૂકવશે; 1 લાખ પશુઓને મળશે લાભ, શિયાળબેટમાં ફિશ લેન્ડિંગ સેન્ટર બનશે

    1 day ago

    ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પશુપાલકો, માછીમારો અને આદિવાસી સમાજ સહિત રાજ્યના નાગરિકોને લગતી મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. નેશનલ લાઈવસ્ટોક મિશન હેઠળ રાજ્યના એક લાખ પશુઓને વીમા કવચ આપવાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ પશુપાલકને માત્ર રૂ.229 ભરીને રૂ.40 હજાર સુધીનું એક વર્ષનું વીમા કવચ મળશે. વીમાના પ્રીમિયમની બાકીની 85 ટકા રકમ સરકાર સહાય તરીકે ચૂકવશે. પશુપાલકોને રૂ.40 હજારનું વીમા કવચ રાજ્યના પશુપાલકોને આર્થિક સુરક્ષા આપવાના હેતુથી પશુ વીમા કવચ યોજના અંતર્ગત એક લાખ પશુઓનો વીમો ઉતારવાનો પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. આ યોજના હેઠળ પશુપાલકે માત્ર રૂ.229 ચૂકવવાના રહેશે, જ્યારે અંદાજે રૂ.1,300ની બાકીની રકમ સરકાર ભોગવશે. અત્યાર સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર 87,147 અરજીઓ મળી છે. સરકાર દ્વારા વધુમાં વધુ પશુપાલકોને આ યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. શિયાળબેટમાં ફિશ લેન્ડિંગ સેન્ટર બનશે અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ પર મત્સ્ય ઉતરાણ કેન્દ્ર વિકસાવવા રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ટાપુ પર વસતા 1,100થી વધુ સક્રિય માછીમારોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અહીં પાઇલ જેટી, રીક્લેમેશન, સ્ટોન બન્ડ અને પેવર બ્લોક સહિતની આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરાશે. આ સેન્ટરથી માછીમારોને માછલી ઉતારવા અને અન્ય સંબંધિત કામગીરીમાં સુવિધા મળશે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે રાજ્યભરમાં જનજાતીય ગૌરવ દિવસ અને જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આગામી 15 નવેમ્બરે તમામ જિલ્લાઓ તેમજ 14 આદિવાસી જિલ્લાઓની તમામ વિધાનસભા બેઠકો પર વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લામાં યોજવાનું આયોજન છે. 1.32 કરોડ નાગરિકોની ભાગીદારીથી વર્લ્ડ રેકોર્ડ રાષ્ટ્રીય એકતા દિવસ-2026ની ઉજવણીમાં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યનાં 18,500થી વધુ ગામો અને શહેરોમાં યોજાયેલા કાર્યક્રમોમાં આશરે 1.32 કરોડથી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. આ વિશાળ જનભાગીદારી બદલ 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડન'માં ગુજરાતના નામે રેકોર્ડ નોંધાયો છે. કેબિનેટ બેઠકમાં આ સિદ્ધિની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. મંત્રીમંડળે રાજ્યના નાગરિકોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ કિસાન ઉત્સવ દિવસમાં 21.87 લાખ ખેડૂતો જોડાયા બનાસકાંઠાના ભીલડી ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા 'પીએમ કિસાન ઉત્સવ દિવસ'ની સફળતાને પણ કેબિનેટ બેઠકમાં બિરદાવવામાં આવી હતી. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં રાજ્યભરમાંથી કુલ 21,87,161 ખેડૂતો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયા હતા. આટલી મોટી સંખ્યામાં ખેડૂતોની ભાગીદારી બદલ મંત્રીમંડળે અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા 25 લોકોને નાગરિકતા મળી:મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે અને અધિક કલેક્ટર એસ. જે. ખાચરે પ્રમાણપત્ર આપ્યાં
    Next Article
    ગાંધીનગરના સરગાસણમાં બંધ મકાનમાં લાખોની ચોરી:માળિયામાં ડોલમાં સંતાડેલા 7.77 લાખના દાગીના ચોરાયા, સબંધી સામે શંકાની સોય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment