Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા 25 લોકોને નાગરિકતા મળી:મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે અને અધિક કલેક્ટર એસ. જે. ખાચરે પ્રમાણપત્ર આપ્યાં

    1 day ago

    નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ પાકિસ્તાનથી આવેલા 25 જેટલા શરણાર્થીઓને મોરબી ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે અને જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચરના વરદહસ્તે આ તમામ અરજદારોને સત્તાવાર રીતે ભારત દેશનું નાગરિકત્વ સુપ્રત કરવામાં આવ્યું હતું. અરજદારોમાં ખુશી અને ગૌરવનો માહોલ કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ 25 લાયક અરજદારોને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતાં તેમના માટે આ ક્ષણ અત્યંત આનંદ અને ગૌરવની બની રહી હતી. ભારતીય નાગરિક બનવાનું સ્વપ્ન સાકાર થતાં તમામ અરજદારોએ મોરબી જિલ્લા કલેક્ટર અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની સહાનુભૂતિપૂર્વકની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કલેક્ટરે EVM વેરહાઉસની સુરક્ષા સમીક્ષા કરી બીજી તરફ, મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા સ્થાનિક ઇવીએમ (EVM) વેરહાઉસની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વેરહાઉસ ખાતે તૈનાત કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા, ઇવીએમ મશીનોની યોગ્ય જાળવણી તેમજ સંબંધિત અન્ય વહીવટી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી ઇવીએમ વેરહાઉસની સુરક્ષા અને વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ કલેક્ટરે સ્થળ પર હજાર સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે કડક અમલીકરણ કરવા અને જરૂરી તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે જાળવી રાખવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    RSS સંઘ સરકાર્યવાહે કહ્યું- રામ મંદિર બનાવીને બતાવી દીધું:અનામત સામાજિક આધાર પર ચાલુ રહેવું જોઈએ, રાજકારણ માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ
    Next Article
    પશુપાલકોને રૂ.229માં રૂ.40 હજારનું વીમા કવચ:સરકાર 85% પ્રીમિયમ ચૂકવશે; 1 લાખ પશુઓને મળશે લાભ, શિયાળબેટમાં ફિશ લેન્ડિંગ સેન્ટર બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment