Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રગ્સ કેસ:મેફેડ્રોન લેવા લઈ જનાર, વેચનારની ધરપકડ

    23 hours ago

    શહેરમાં જેલ રોડ પરથી ધોરાજીના શખ્સોએ મિત્ર મારફતે 4 ગ્રામ ડ્રગ્સ મેળવ્યું હોવાનું સામે આવતા પોલીસે ડ્રગ્સ લેવા લઈ જનાર દાનીશ, વેચનાર શકલેનની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ હાથ ધરી છે. શુક્રવારે એસઓજીએ શહેરમાં રેલ્વે સ્ટેશન પાસેથી ધોરાજીના બહારપુરામાં રહેતા રઈશ ઉર્ફે સમીર ઈમરાનભાઈ ગરાણા અને શાબીર ઈબ્રાહીમભાઈ રફાઈને 4 ગ્રામ મેફડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. પોલીસે 12,000નું ડ્રગ્સ, બાઈક, ઈન્જેકશન, મોબાઇલ ફોન સહિત રૂપિયા 82,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં રઈશ ઉર્ફે સમીરે કબૂલાત કરી હતી કે, ' ધોરાજીથી જૂનાગઢ આવી મિત્ર દાનીશ બાદશાહનો એમડી લેવા સંપર્ક કરતા ગાંધી ચોકમાં દાનીશ આવતા તેણે તેના મિત્ર શકલેન પાસે એમડી છે તેમ જણાવતા ગાંધી ચોકમાં શાબીરને ઉતારી બંને બાઇક લઈને જેલ રોડ પર શકલેન નાયક પાસે ડ્રગ્સ લેવા ગયા હતા જ્યાં શકલેનને રૂપિયા 6,300 રોકડા અને 1,700 ગુગલપેથી ચૂકવી 4 ગ્રામ એમડી પડીકી લઈ ગાંધી ચોક આવ્યા હતા. જ્યાં દાનીશને ઉતારી દીધો હતો. ત્યાંથી બાઈક પર રેલવે સ્ટેશન તરફ શાબીર સાથે આવતા ડ્રગ્સ સાથે પકડાઈ ગયા હતા' દરમ્યાન એસઓજી પીઆઇ પી. કે. ચાવડાની ટીમે ગણતરીના કલાકોમાં ગરીબ નવાજ સોસાયટીમાં રહેતો 20 વર્ષીય આરોપી મહમદદાનીશ વલીભાઈ મૂરીમા અને જેલ રોડ, અલંકાર ટોકીઝ પાસે, નવાપરા લાઈનમાં રહેતો 22 વર્ષીય શકલેન રફીકભાઈ નાયકની પણ ધરપકડ કરી વધુ તપાસ માટે બી ડિવિઝન પોલીસને સોંપી આપ્યા હતા. રઈશ ઉર્ફે સમીર અને શાબીર રફાઈ રિમાન્ડ પર ડ્રગ્સ કેસમાં બી ડિવિઝન પીએસઆઇ એસ. કે. મહેતાએ રઈશ ઉર્ફે સમીર અને શાબીર રફાઈને શનિવારે 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતા. જોકે અદાલતે સોમવાર સુધી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યાંથી ડ્રગ્સ મેળવ્યું તે જગ્યાએ આરોપીઓને લઈ જઈ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ઓપન સ્કૂલ:ધો. 10-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10 નવેમ્બરથી શરૂ
    Next Article
    તાલુકા કક્ષાએ રિઝર્વ સ્ટાફનો સદંતર અભાવ:પોરબંદર જિલ્લામાં 31 તલાટીની ઘટ હોવાથી 23 ગામના નાગરિકોના વહીવટી કામકાજમાં વિલંબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment