Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરેડમાં બેફામ માર મારી યુવકની હત્યાનો ઘટસ્ફોટ:જી.જી. માંથી શંકાસ્પદ મળેલા મૃતદેહની ઓળખ કરાઈ‎

    20 hours ago

    જામનગર તાલુકાના દરેડ ગામમાં વસવાટ કરતા એક પરપ્રાંતિય અજાણ્યા યુવકને કોઈએ ઢોરમાર મારતા અને શરીરે ગંભીર ઈજા પહોંચાડીને હત્યા નિપજાવવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારે સવારે શહેરની જી.જી.માંથી આ યુવકનો બિનવારસુ મૃતદેહ મળી આવતાં પોલીસમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવક મૂળ બિહારનો વતની હોવાનું બહાર આવ્યું છે. પોલીસની પ્રાથમિક છાનબીન મુજબ, દરેડ વિસ્તારમાં યુવકને અન્ય કોઈ શખ્સો સાથે માથાકૂટ થઈ હતી. આ ઝઘડા દરમિયાન તેના માથામાં તથા શરીરના નાજુક ભાગો પર બેરહમીપૂર્વક ઢોર માર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલો યુવક પોતે જ સારવાર અર્થે જી.જી. હોસ્પિટલ પહોંચ્યો હતો, પરંતુ વધુ પડતી ઈજાઓને કારણે સારવાર મળે તે પહેલાં જ બેશુદ્ધ થઈ જતાં હોસ્પિટલના બિછાને જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. સવારે બનાવની જાણ થતાં જ પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. પંચકોશી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને યુવકની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, તેમજ હત્યા કરનારા શખ્સોની પણ શોધી કાઢવા માટે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.અત્રે ઉલલેખનિય છે કે, આ હત્યાના બનાવમાં પીઆઈ વી.જે.રાઠોડ સહિતની ટીમે મોડી રાત્રિ સુધી તપાસ હાથ ધરી હતી, અને મૃતક સુરજ ઉર્ફે સુર્યકાંત પ્રસાદ (ઉ.વ.23)ની હોવાનું ઓળખ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોનો નીરસ પ્રતિસાદ:જામનગરમાં ટેકાના ભાવે મગફળીની નોંધણીમાં 95 ટકાનો ઘટાડો, 15 દિ'માં 4,824 ખેડૂતોનું રજીસ્ટ્રેશન
    Next Article
    ભાસ્કર વિશેષ:એક્સ-રે અને સોનોગ્રાફી કરાવવા માટે દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડે કારણ.. સિવિલમાં માત્ર 1-1 મશીન ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment