Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:એક્સ-રે અને સોનોગ્રાફી કરાવવા માટે દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડે કારણ.. સિવિલમાં માત્ર 1-1 મશીન ચાલુ

    21 hours ago

    જૂનાગઢની સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જૂનાગઢ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા દર્દીઓને કારણે હોસ્પિટલમાં ભારે ભીડ જોવા મળી રહી છે. દૂર-દૂરથી આવતા દર્દીઓ અને તેમના સગાંઓને સામાન્ય તપાસ અને રિપોર્ટ કરાવવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. સવારે 11 વાગ્યાથી આવેલા દર્દીઓ અને તેમના સ્વજનો બપોરે 1 વાગ્યા સુધી પણ પોતાનો વારો આવે તેની રાહ જોતા નજરે પડ્યા હતા. હોસ્પિટલમાં વધતી જતી દર્દીઓની સંખ્યા સામે અપૂરતી વ્યવસ્થાના કારણે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને ગંભીર દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે કે રેડિયોલોજી વિભાગમાં કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવે જેથી લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળે. 2 કલાકથી બેઠા છીએ સવારે 11 વાગ્યાથી લાઇનમાં બેઠા છીએ. બે કલાકનો સમય વિતિયો છતા હજુ દર્દીનો વારો આવ્યો નથી. હાલ અહીં એક જ મશીન ચાલુ છે મશીનરી વધારીને કામગીરી ચાલુ થાય તે જરૂરી. > વસીમભાઈ રામણી, દર્દીના સગા નવા મશીનો આવી જશે હોસ્પિટલમાં નવા MRI મશીનનું ઇન્સ્ટોલેશન શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં 4 નવા સોનોગ્રાફી મશીન અને ડિજિટલ X-Ray મશીન પણ કાર્યરત થશે, જેથી ઝડપી સારવાર મળશે. > ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, તબીબી અધિક્ષક
    Click here to Read More
    Previous Article
    દરેડમાં બેફામ માર મારી યુવકની હત્યાનો ઘટસ્ફોટ:જી.જી. માંથી શંકાસ્પદ મળેલા મૃતદેહની ઓળખ કરાઈ‎
    Next Article
    લાખો ફોલોવર્સ ધરાવનારની પસંદગી,:કર્ણાટકના ઇન્ફ્લુએન્સર ગિરનાર, બોરદેવી, ઉપરકોટની મુલાકાતે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment