Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 11 વર્ષના વિદ્યાર્થીનો ક્લાસમેટ પર ચપ્પુથી હુમલો:બંને વચ્ચે સામાન્ય બાબતે ક્લાસમાં બોલાચાલી બાદ ઝઘડો થયો, સ્કૂલ છૂટવા સમયે હુમલો કરી દીધો

    4 days ago

    સુરતના ઉધના વિસ્તારમાં આવેલી મ્યુનિસિપાલિટી સ્કૂલમાંથી વાલીઓની આંખ ઉઘાડનારો અને કાળજું કંપાવી દેતો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર 11 વર્ષના એક વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય ક્લાસમેટ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, 11 વર્ષના બાળકના સ્કૂલ બેગમાંથી ચપ્પુ મળી આવવું અને આવી હિંસક ઘટના બને તે ખરેખર ચિંતાજનક છે અને પીડિત માતાએ પોતાના બાળકને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ કરી છે. સ્કૂલ છૂટવાના સમયે વિદ્યાર્થીને ચપ્પુ માર્યું પ્રાપ્ત વિગતો અનુસાર, સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા આ બંને સગીર વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતને લઈ ક્લાસરૂમમાં બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ સામાન્ય વિવાદે એટલું ગંભીર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું કે, સ્કૂલ છૂટવાના સમયે એક વિદ્યાર્થીએ પોતાની પાસે રાખેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢીને બીજા વિદ્યાર્થીને મારી દીધું હતું. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિની સિવિલ હોસ્પિટલમાં સારવાર આ જીવલેણ હુમલાના કારણે ભોગ બનનાર માસૂમ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્કૂલ પરિસરમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ મચી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો તાબડતોબ સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. માત્ર 11 વર્ષની ઉંમરે વિદ્યાર્થીના સ્કૂલ બેગમાંથી ચપ્પુ મળી આવવાની અને ક્લાસમેટ પર જ હિંસક હુમલો કરવાની આ ઘટના તમામ વાલીઓ માટે પોતાના બાળકોના મિત્રવર્તૃળ, તેમના વર્તન અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવા માટે એક મોટી લાલબત્તી સમાન સાબિત થઈ છે. બપોરે 12:30 થી 12:45 વાગ્યા આસપાસ હુમલો કર્યો ઇજાગ્રસ્ત વિદ્યાર્થિની માતા સંગીતા ભાલેરાવએ જણાવ્યું હતું કે, મારો છોકરો ઉધનાની મરાઠી સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ ઘટના બપોરે 12:30થી 12:45 વાગ્યા આસપાસના સમય દરમિયાન બની હતી. જ્યારે સ્કૂલ છૂટવાની તૈયારીમાં હતી. સ્કૂલમાં જ ભણતા અન્ય એક વિદ્યાર્થીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. અમે તે વિદ્યાર્થીને ઓળખતા નથી. સ્કૂલમાં અન્ય ગુજરાતી માધ્યમની શિક્ષિકાઓ પણ ત્યાં હાજર હતી, પરંતુ આ મામલે તેઓએ તાત્કાલિક કોઈ પગલાં લીધા ન હતા અને સવારે આવીને વાત કરવાનું કહી ટાળી દીધું હતું. હાલ તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની સર્જરી ચાલી રહી છે. આ સમાચાર પણ વાંચો ચાર સગીરનો SSCના વિદ્યાર્થી પર રેમ્બો છરીથી હુમલો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી પાસે આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ગેટની બહાર એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ ટ્યુશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ મિત્રને છરી મારી અમદાવાદ શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ખોખરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધો.11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે છરીનો ઘા મારી દીધો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીએ ક્લાસમેટની બોક્સ કટર મારી હત્યા કરી 19 ઓગસ્ટ, 2025ના દિવસે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી. આ ઘટનાના 15 દિવસ એટલે કે, 2 સપ્ટેમ્બરના રોજ સ્કૂલના CCTV સામે આવ્યા હતાં. મૃતક વિદ્યાર્થી નયન ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો જોવા મળે છે. બપોરે 12:53 કલાકે નયનને જ્યાં ઇજા પહોંચી એ પેટના ભાગને હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળે છે. વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ભોપલી ગેંગના 6 સાગરીતો પર ગુજસીટોક:ગૌવંશ તસ્કરી-કતલ સાથે સંકળાયેલા આરોપીઓ પર અત્યાર સુધીમાં 19 ગંભીર ગુના, 2ની ધરપકડ
    Next Article
    રાજકોટમાં જળસંકટ ઘેરાયું:આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણીનો જથ્થો ઘટતા તાત્કાલિક નર્મદા નીર છોડવા મનપાની માગ, રાજકોટ-ગોંડલ હાઈવે પર બે ડાઇવર્ઝન ખુલ્લા મુકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment