Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ભોપલી ગેંગના 6 સાગરીતો પર ગુજસીટોક:ગૌવંશ તસ્કરી-કતલ સાથે સંકળાયેલા આરોપીઓ પર અત્યાર સુધીમાં 19 ગંભીર ગુના, 2ની ધરપકડ

    4 days ago

    પંચમહાલ જિલ્લામાં લાંબા સમયથી સક્રિય એવી ગૌ-તસ્કરી અને ગૌ-વંશની ગેરકાયદેસર કતલ કરતી કુખ્યાત ભોપલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી પોલીસે કડક કાર્યવાહી કરી છે. ગેંગની સંગઠિત ગુનાખોરી, તેના વ્યાપક ગુનાહિત ઇતિહાસ અને સમાજ પર પડતી અસરોને ધ્યાનમાં રાખીને સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવી ગોધરા ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે GUJCTOC એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બે આરોપીઓની ધરપકડ, ચાર વોન્ટેડ પોલીસે એહમદ હુસેન સિદ્દીક વસ્કા ઉર્ફે મોહસીન પૌવા અને સલમાન યામીન હસન ઉર્ફે કાનકટ્ટોની ધરપકડ કરી છે. જ્યારે ઇમ્તિયાઝ અબ્દુલહમીદ સુરતી ઉર્ફે ભોપલી, અલમાસ કાસીમ મીઠા ઉર્ફે અલ્લુબોર, રૂહુલઅમીન રજ્જાક દુદેશ ઉર્ફે ટીપ અને સુફિયાન ઉર્ફે આતડીયો મહેબુબખાન પઠાણ હજુ પોલીસ પકડથી દૂર છે. તેમાંના કેટલાક આરોપીઓ અન્ય જેલોમાં હોવાને કારણે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવાની કાર્યવાહી ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓ 1. એહમદ હુસેન સિદ્દીક વસ્કા ઉર્ફે મોહસીન પૌવા (6 ગુના) - રહે. દારૂ સલામ મુસ્લીમ બી સોસાયટી, ગોધરા 2. સલમાન યામીન હસન ઉર્ફે કાનકટ્ટો (5 ગુના) - રહે. ઇદગાહ મહોલ્લા, નદીપાર ગોન્દ્રા, ગોધરા પકડવાના બાકી આરોપીઓ આ ગેંગના અન્ય ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ હાલ અન્ય ગુનાઓમાં જેલમાં બંધ છે, જેમને ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવાની તજવીજ ચાલુ છે: 1.ઇમ્તીયાઝ અબ્દુલહમીદ સુરતી ઉર્ફે ભોપલી - (મુખ્ય સૂત્રધાર, 5 ગુનાઓ) - રહે. મીઠીખાન મહોલ્લા, ગોધરા. હાલ ગોધરા સબજેલમાં. 2.અલમાસ કાસીમ મીઠા ઉર્ફે અલ્લુ બોય (4 ગુના) - રહે. મીઠીખાન મહોલ્લા, ગોધરા. હાલ ગોધરા સબજેલમાં. 3.રૂહુલઅમીન રજ્જાક દુર્દેશ ઉર્ફે ટીપ (4 ગુના) - રહે. મુસ્લીમ સોસાયટી બી, ગોધરા. હાલ રાજપીપળા સબજેલમાં. 4. સુફીયાન ઉર્ફે આતડીયો મહેબુબખાન પઠાણ (3 ગુના) - રહે. ચુચલા પ્લોટ, ગોધરા. ભોપલી ગેંગ સામે 19 ગંભીર ગુનાઓ DySP બિન્દ્રા જાડેજાએ જણાવ્યું કે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગના સભ્યો વિરૂદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગૌ-વંશની ચોરી, હેરાફેરી, કતલ તેમજ પોલીસ પર હુમલો કરવા જેવા 19 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ વ્યાપક ગુનાહિત ઇતિહાસ અને સમાજ પર તેની વિપરીત અસરોને ધ્યાને રાખી ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    ગીરસોમનાથમાં 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી:‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ થીમ, સોમનાથ મંદિરમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે
    Next Article
    સુરતમાં 11 વર્ષના વિદ્યાર્થીનો ક્લાસમેટ પર ચપ્પુથી હુમલો:બંને વચ્ચે સામાન્ય બાબતે ક્લાસમાં બોલાચાલી બાદ ઝઘડો થયો, સ્કૂલ છૂટવા સમયે હુમલો કરી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment