Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોનો નીરસ પ્રતિસાદ:જામનગરમાં ટેકાના ભાવે મગફળીની નોંધણીમાં 95 ટકાનો ઘટાડો, 15 દિ'માં 4,824 ખેડૂતોનું રજીસ્ટ્રેશન

    19 hours ago

    જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અનિયમિત અને ઓછો વરસાદ નોંધાતાં ખેડૂતો ઉપર પાક નિષ્ફળ જવાની ચિંતા ઘેરાઈ છે. સિંચાઈ માટે પૂરતા પાણીના અભાવે તેમજ સમયસર વરસાદ ન પડવાને કારણે મગફળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને આર્થિક નુકસાન સામે સુરક્ષા આપવા માટે સરકારે પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,517 (પ્રતિ મણ રૂ. 1,503)ના ભાવે મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. જોકે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોના નોંધણીના આંકડામાં 95 ટકાનો સીધો ઘટાડો જોવા મળ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) મારફતે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા તા. 10 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે, જે આગામી તા. 9 ઓક્ટોબર સુધી ચાલુ રહેવાની છે. સરકાર દ્વારા ખેડૂતો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં, રજીસ્ટ્રેશન શરૂ થયાના પ્રથમ 15 દિવસમાં ખેડૂતો તરફથી અત્યંત નીરસ પ્રતિસાદ સાંપડ્યો છે. છેલ્લા પખવાડિયામાં સમગ્ર જિલ્લામાંથી માત્ર 4,824 ખેડૂતોએ જ ટેકાના ભાવે મગફળી વેચવા માટે અરજી કરી છે. ગત વર્ષના આંકડા સાથે સરખામણી કરીએ તો આ પરિસ્થિતિ ચોંકાવનારી છે. ગત વર્ષે જામનગર જિલ્લામાંથી કુલ 1,02,080 ખેડૂતોએ ટેકાના ભાવે પોતાની મગફળી વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેની સામે ચાલુ વર્ષે નોંધણી કરાવનાર ખેડૂતોની સંખ્યામાં 95 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. મગફળીના ટેકાના ભાવ અને રજીસ્ટ્રેશનની સ્થિતિ પર નજર કરીએ તો, સરકારી ટેકાનો ભાવ રૂ. 7,517 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,503 પ્રતિ મણ) નક્કી કરાયો છે. નોંધણીની મુદત 10 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધીની જાહેર કરાઈ છે. ચાલુ વર્ષે પ્રથમ 15 દિવસમાં માત્ર 4,824 ખેડૂતોએ જ નોંધણી કરાવી છે, જે ગત વર્ષની 1,02,080 ની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. ખેડૂતો હવે આગામી દિવસોમાં કેવો પ્રતિસાદ આપે છે તે જોવું મહત્વનું રહેશે. હજુ 15 દિવસમાં ખેડૂતો મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવશે..! હજુ પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થવામાં 15 દિવસ જેટલો સમય બાકી છે, જેથી આગામી દિવસોમાં આ આંકડામાં મોટો વધારો થવાની શક્યતા છે. મગફળીના રજીસ્ટ્રેશનનું આખરી અને સાચું ચિત્ર આગામી તા. 10 ઓક્ટોબરના રોજ જ સ્પષ્ટ થશે. તેમ કૃષિ વિભાગ અને તંત્ર દ્વારા જણાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોસમની જણસીઓની આવકનો શુભારંભ, જશાપરના ખેડૂત તલ લાવ્યા‎:હાપા યાર્ડમાં નવા તલના મુહૂર્તના સોદામાં મણના રૂ.2,251 બોલાયા
    Next Article
    દરેડમાં બેફામ માર મારી યુવકની હત્યાનો ઘટસ્ફોટ:જી.જી. માંથી શંકાસ્પદ મળેલા મૃતદેહની ઓળખ કરાઈ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment