Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોસમની જણસીઓની આવકનો શુભારંભ, જશાપરના ખેડૂત તલ લાવ્યા‎:હાપા યાર્ડમાં નવા તલના મુહૂર્તના સોદામાં મણના રૂ.2,251 બોલાયા

    19 hours ago

    જામનગરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા માર્કેટીંગ યાર્ડ) ખાતે ચાલુ વર્ષની નવી કૃષિ જણસીઓની આવકનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. શનિવારના રોજ યાર્ડમાં ચાલુ મોસમના નવા તલની પ્રથમ આવક નોંધાઈ હતી, જેના શ્રીગણેશ થતાં જ વેપારીઓ અને ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ નવા તલના મુહૂર્તના સોદામાં પ્રતિ મણ (20 કિલો)ના રૂ.2,251નો ઊંચો અને સારો ભાવ બોલાયો હતો. યાર્ડમાં આ નવી આવક જશાપર ગામના ખેડૂત જેઠાભાઈ રાયદેભાઈ દ્વારા લાવવામાં આવી હતી, જેઓ પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલી 17 બોરી તલ લઈને વેચાણ અર્થે આવ્યા હતા. હાપા માર્કેટીંગ યાર્ડમાં નવી જણસીઓના શ્રીગણેશ સાથે આવક શરૂ થઈ છે, આગામી દિવસોમાં અન્ય પાકોની આવકમાં પણ મોટો વધારો થવાની અને વેપાર-રોજગાર ધમધમવાની પૂરતી શક્યતાઓ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઉત્સવ:છોટી કાશીમાં ગણેશોત્સવ દરમિયાન 2 કુત્રિમ કુંડમાં 7,205 મૂર્તિઓનું ભાવસભર વિસર્જન
    Next Article
    ખેડૂતોનો નીરસ પ્રતિસાદ:જામનગરમાં ટેકાના ભાવે મગફળીની નોંધણીમાં 95 ટકાનો ઘટાડો, 15 દિ'માં 4,824 ખેડૂતોનું રજીસ્ટ્રેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment