Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્સવ:છોટી કાશીમાં ગણેશોત્સવ દરમિયાન 2 કુત્રિમ કુંડમાં 7,205 મૂર્તિઓનું ભાવસભર વિસર્જન

    18 hours ago

    જામનગરમાં ગણેશોત્સવના અંતિમ દિવસ અનંત ચતુર્દશીના અવસરે ‘ગણપતિ બાપા મોરિયા... અગલે વર્ષ તું જલ્દી આના...’ના ગગનભેદી નાદ સાથે ગણેશભક્તોએ પોતાના આરાધ્ય દેવને ભાવભીની વિદાય આપી હતી. મનપા દ્વારા ખંભાળિયા બાયપાસ તથા સરદાર રિવેરા ખાતે તૈયાર કરવામાં આવેલા બંને વિસર્જન કુંડમાં શુક્રવારે ગણેશજીની 2,679 મૂર્તિઓનું શ્રદ્ધા અને ભાવસભર વિસર્જન કરાયુ હતુ. અનંત ચતુર્દશીના અંતિમ દિવસે સવારથી જ બંને વિસર્જન કુંડ ખાતે ગણેશભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી અને રાત્રી સુધી વિસર્જનની પ્રક્રિયા ધમધમતી રહી હતી.ખંભાળિયા બાયપાસ ખાતેના વિસર્જન કુંડમાં 1,369 તથા સરદાર રિવેરા ખાતેના કુંડમાં 1,310 મળી કુલ 2,679 મૂર્તિઓનું વિસર્જન થયું હતું. સાથે ગણેશ વિસર્જનના બાર દિવસ દરમિયાન ખંભાળિયા બાયપાસ કુંડમાં કુલ 4,713 અને સરદાર રિવેરા કુંડમાં કુલ 2,492 મળી બંને કુંડમાં કુલ 7,205 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયુ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. મહોત્સવ દરમિયાન ભગવાન ગણેશની આરાધના કર્યા બાદ આજે વિસર્જન વેળાએ ભક્તોની આંખોમાં ભાવુકતા જોવા મળી હતી. દશકાથી કુત્રિમ કુંડની પરંપરા ચાલુ વર્ષે રેકર્ડબ્રેક વિસર્જન મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્સવ દરમિયાન ગણેશ મંડળો-ભાવિકો સુચારૂ રીતે પર્યાવરણીય અભિગમ સાથે વિધ્નહર્તાની વિદાય કરી શકે માટે ખાસ વ્યવસ્થાઓ સાથે છેલ્લા દશકાથી કુત્રિમ કુંડના નિર્માણની પરંપરા શરૂ કરાઇ છે. જેમાં ગત વર્ષે જુદા જુદા કુત્રિમ કુંડોમાં વિવિધ મંડળો ઉપરાંત ભાવિક ગણ દ્વારા લગભગ સાડા પાંચ હજારથી વધુ મૂર્તિઓનુ વિસર્જન કરાયુ હતુ.જે બાદ ચાલુ વર્ષે જુદા જુદા કુત્રિમ કુંડમાં ભાવિકો દ્વારા 7,205 મૂર્તિઓનુ ભાવસભર વિસર્જન કરાયુ હતુ.
    Click here to Read More
    Previous Article
    ભળતા નામવાળી આઈડી બનાવીને બદનામ કરવાની ધમકી‎:યુવકની પ્રેમસંબંધ બાદ થયેલી સગાઈ તોડાવી નાંખી
    Next Article
    મોસમની જણસીઓની આવકનો શુભારંભ, જશાપરના ખેડૂત તલ લાવ્યા‎:હાપા યાર્ડમાં નવા તલના મુહૂર્તના સોદામાં મણના રૂ.2,251 બોલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment