Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભળતા નામવાળી આઈડી બનાવીને બદનામ કરવાની ધમકી‎:યુવકની પ્રેમસંબંધ બાદ થયેલી સગાઈ તોડાવી નાંખી

    18 hours ago

    જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં રહેતા અને કાપડની દુકાન ચલાવતા વિવેક નામના 28 વર્ષીય વેપારી યુવકને રાજકોટની યુવતી સાથે પ્રેમસંબંધ હોય, બાદમાં બંને પરિવારોની રાજીખુશીથી સગાઈ કરવામાં આવી હતી. જોકે, આ સગાઈ તોડાવી નાંખવાના ઈરાદાથી કોઈ અજાણ્યા શખ્સે સોશિયલ મીડિયા પર યુવકના ભળતા નામવાળી ફેક આઈડી બનાવી ભારે માનસિક ત્રાસ આપ્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સગાઈ થયા બાદ અજાણ્યા શખ્સે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ બનાવી, યુવકને અવાર-નવાર ઉશ્કેરણીજનક અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપતા મેસેજ મોકલી સગાઈ તોડી નાખવા માટે સતત દબાણ કર્યું હતું. અજાણ્યા શખ્સ દ્વારા રચવામાં આવેલા આ કાવતરાના કારણે આખરે બંને પક્ષો વચ્ચે મનભેદ ઊભા થયા હતા અને સગાઈ તોડાવી નાંખી હતી. સગાઈ તૂટી ગયા પછી પણ આ શખ્સે હેરાનગતિ ચાલુ રાખી હતી અને એક ચોક્કસ વોટ્સએપ નંબર પરથી મેસેજ તથા કોલ કરી ગાળો આપવાનું ચાલુ રાખ્યું હતું. આખરે વેપારી યુવકે સોશિયલ મીડિયાની ફેક આઈડીના ચેટિંગના સ્ક્રીનશોટ સહિતના પુરાવા રજૂ કરી, સાયબર ક્રાઈમ આચરનાર અજાણ્યા આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગેની સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દાતરડી ગામમાં સેવા સેતુ કાર્યક્રમ:13 ગામના ગ્રામજનોને સ્થળ પર જ સરકારી સેવાઓનો લાભ
    Next Article
    ઉત્સવ:છોટી કાશીમાં ગણેશોત્સવ દરમિયાન 2 કુત્રિમ કુંડમાં 7,205 મૂર્તિઓનું ભાવસભર વિસર્જન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment