Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાતરડી ગામમાં સેવા સેતુ કાર્યક્રમ:13 ગામના ગ્રામજનોને સ્થળ પર જ સરકારી સેવાઓનો લાભ

    17 hours ago

    રાજુલા તાલુકાના દાતરડી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. દાતરડી ક્લસ્ટરમાં ચાંચ, ખેરા, પટવા, રાભડા, દાતરડી, વિસળીયા, કથીવદર, મજાદર, વિક્ટર, જોલાપર, પીપાવાવ, નિંગાળા-1 અને સમઢિયાળા-1 સહિત 13 ગામોના ગ્રામજનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. આવકના પ્રમાણપત્ર, રેશનકાર્ડ, જન્મ-મરણના દાખલા અને આધારકાર્ડ સહિતની વિવિધ સરકારી સેવાનો લાભ પણ લોકોને એક જ સ્થળે આપવામાં આવ્યો હતો. તાલુકા પંચાયતના હોદ્દેદારો, સ્થાનિક સરપંચો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમથી ગ્રામજનોના વહીવટી પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વ્યક્તિગત અને ગૃપ એમ બે વિભાગમાં આયોજન:અમરેલીમાં સેવાના રંગ રાષ્ટ્રના સંગ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાશે
    Next Article
    ભળતા નામવાળી આઈડી બનાવીને બદનામ કરવાની ધમકી‎:યુવકની પ્રેમસંબંધ બાદ થયેલી સગાઈ તોડાવી નાંખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment