Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યક્તિગત અને ગૃપ એમ બે વિભાગમાં આયોજન:અમરેલીમાં સેવાના રંગ રાષ્ટ્રના સંગ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાશે

    16 hours ago

    ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગરના ઉપક્રમે અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સેવાના રંગ રાષ્ટ્રના સંગ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં વ્યક્તિગત અને ગ્રુપ એમ બે વિભાગ રાખવામાં આવ્યા છે. સ્પર્ધા માટે વિકસિત ભારત@2047, મેક ઇન ઇન્ડિયા, જન કલ્યાણકારી યોજનાઓ, રાષ્ટ્રીય પ્રતિક, વિકસિત ભારતનું સ્વપ્ન, સેવા સંકલ્પ અભિયાન, સપ્તધારા વિઝન અને આત્મનિર્ભર ભારત પૈકી કોઈ એક થીમ પર રંગોળી તૈયાર કરવાની રહેશે. રંગોળી માટે માત્ર કુદરતી સામગ્રી જેવી કે ફૂલ, માટી, રેતી, ચોખા, બીજ, પાંદડા અને પ્રકૃતિના રંગોનો જ ઉપયોગ કરવાનો રહેશે. કૃતિ મૂવેબલ તથા સ્થળાંતર દરમિયાન ડિઝાઇન જળવાઈ રહે તેવી રીતે તૈયાર કરવાની રહેશે. વ્યક્તિગત સ્પર્ધામાં રંગોળીની સાઈઝ 1.5×1.5 ફૂટ, જ્યારે ગ્રુપ સ્પર્ધામાં 4×4 ફૂટ રહેશે. વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. દરમિયાન તૈયાર કરેલી કૃતિ 3 ઓક્ટોબર 2026ના રોજ સવારે 10 વાગ્યે વિધાનસભા સંકુલ લાઠી રોડ અમરેલી ખાતે લાવવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    મહિલા સહિત બેને ઇજા‎:ગણપતિ પ્રસાદ ચઢાવવા ગયેલા પરિવાર પર હુમલો
    Next Article
    દાતરડી ગામમાં સેવા સેતુ કાર્યક્રમ:13 ગામના ગ્રામજનોને સ્થળ પર જ સરકારી સેવાઓનો લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment