Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા સહિત બેને ઇજા‎:ગણપતિ પ્રસાદ ચઢાવવા ગયેલા પરિવાર પર હુમલો

    16 hours ago

    ધારી તાલુકાના કરમદડી ગામે ગણપતિજીને પ્રસાદ ચઢાવવા ગયેલા પરિવાર સાથે થયેલી માથાકૂટ બાદ ત્રણ શખ્સોએ રસ્તામાં રોકી લોખંડના પાઇપ વડે હુમલો કરી મહિલાને ઇજા પહોંચાડયાની ફરિયાદ ધારી પોલીસ ચોપડે નોંધાઈ છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ધારીના કરમદડી ગામે રહેતા ધર્મિષ્ઠાબેન જયંતીભાઈ પાટડીયા ગઇ કાલે રાત્રે ભવદીપભાઈ સાથે બાઈક પર કરમદડી ગામના બસ સ્ટેન્ડ પાસે ગ્રામજનો દ્વારા સ્થાપિત ગણપતિજીને ચુરમાના લાડુનો પ્રસાદ ચઢાવવા ગયા હતા. તે દરમિયાન મિતેશ ગોડલીયા, અશોક ગોંડલીયા અને અક્ષય ગોંડલીયાએ તેઓને રોકી ગાળો આપી ભવદીપભાઈ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન ધર્મિષ્ઠાબેન વચ્ચે પડતાં તેણી સાથે પણ ઝપાઝપી કરી હતી. બાદમાં બંને મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે હનુમાનદાદાના મંદિર આગળના ચોક પાસે ત્રણેય શખ્સોએ લોખંડના પાઇપ સાથે આવી રસ્તામાં રોકી ફરી માથાકૂટ કરી ગાળો આપી હતી. દરમિયાન ભવદીપભાઈ પર પાઇપથી હુમલો કરવા દોડતાં સંગીતાબેન બચાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે મિતેશએ હાથમાં રહેલા લોખંડના પાઇપથી સંગીતાબેન અને અર્જુનભાઈ પર હુમલો કરી દેતા બંને ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે ધારી પોલીસે મિતેશ વીનુભાઇ ગોડલીયા, અશોક રામદાસભાઇ ગોંડલીયા અને અક્ષય પ્રવિણભાઇ ગોંડલીયા વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વેપારીઓ 2 ઓક્ટોબરે મનાવશે 'નો UPI ડે':UPI ગેજેટ પર કાળું કપડું બાંધી પ્રતિકાત્મક વિરોધ કરશે
    Next Article
    વ્યક્તિગત અને ગૃપ એમ બે વિભાગમાં આયોજન:અમરેલીમાં સેવાના રંગ રાષ્ટ્રના સંગ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment