Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઘરમાં ચિપ્સ ખાઈને સ્કૂલમાં જંકફૂડ ન રોકી શકાય': તુકારામની ચેતવણી:પૈસા માટે સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી વસ્તુઓનું પ્રમોશન ન કરે સેલિબ્રિટીઝ; ગુજરાતની પહેલી મુલાકાતે મૂંઢે

    9 hours ago

    મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશનર તુકારામ મુંઢેએ પોતાની પ્રથમ ગુજરાત મુલાકાત દરમિયાન કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે જાહેર આરોગ્ય, નેતૃત્વ અને ફૂડ સેફ્ટી જેવા સંવેદનશીલ વિષયો પર અઢી કલાક સુધી વિચારપ્રેરક સંવાદ કર્યો હતો.‘સ્ટ્રેટ ટોક વિથ મહારાષ્ટ્ર FDA કમિશનર’ અને ‘તુકારામ સે ટક્કર’ થીમ હેઠળ યોજાયેલા આ સેશનમાં મુંઢેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દેશમાં ફૂડ સેફ્ટીના પૂરતા નિયમો અને કાયદાઓ હોવા છતાં તેનું યોગ્ય પાલન કરાવવું હજુ પણ એક મોટો વહીવટી પડકાર છે. લાયસન્સિંગ અને રજિસ્ટ્રેશન સિવાયના અનેક નિયમોનું પાલન થતું ન હોવાથી નાગરિકોના સ્વાસ્થ્ય પર સીધી અસર થઈ રહી છે. દરેક ખાદ્યપદાર્થમાં 'ટ્રેસેબિલિટી' હોવી ખૂબ જ જરૂરી છે અમદાવાદની મુલાકાતે આવેલા મહારાષ્ટ્ર એફડીએ (FDA) કમિશનર તુકારામ મુંઢેએ ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા નિયંત્રણ અંગે મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, દૂધ જેવા અતિ સંવેદનશીલ ઉત્પાદનો સહિત દરેક ખાદ્યપદાર્થમાં 'ટ્રેસેબિલિટી' (ઉત્પાદનથી લઈને ઉપભોક્તા સુધીની સફરની ચકાસણી) હોવી અત્યંત જરૂરી છે. જો આપણે કોઈ પણ ખાદ્યચીજ ક્યાંથી આવી અને ક્યાં પહોંચી તે સરળતાથી ટ્રેસ કરી શકીશું, તો જ તેમાં થતી ભેળસેળ અને સ્વાસ્થ્ય સંબંધિત સુરક્ષાના જોખમો પર અસરકારક નિયંત્રણ લાવી શકાશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ફૂડ ટ્રેસેબિલિટી ભલે મેન્યુઅલ હોય કે ડિજિટલ, તે સંપૂર્ણપણે ચકાસી શકાય એવી (વેરિફાઇએબલ) અને ઓપન પ્લેટફોર્મ પર પારદર્શક હોવી જોઈએ. આ ઉપરાંત, સ્ટ્રીટ ફૂડ સંદર્ભે બોલતાં તેમણે ઉમેર્યું કે, નિયમો અગાઉથી જ અસ્તિત્વમાં છે, પરંતુ તેનો સાચો આધાર તેના ચુસ્ત અમલીકરણ પર રહેલો છે. લાંબા ગાળે સ્ટ્રીટ વેન્ડર્સ માટે એક સુવ્યવસ્થિત ઝોનિંગ-આધારિત નીતિ અમલમાં લાવવી પડશે, જેમાં લારી-ગલ્લા ધારકો માટે ચોક્કસ નિર્ધારિત વિસ્તારો ફાળવવામાં આવે જેથી સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ધોરણો સરળતાથી જળવાઈ રહે. 'NCDનો વધતો બોજ આપણે શું ખાઈએ છીએ તેની સાથે જોડાયેલો' ફૂડ સેફ્ટી ક્ષેત્રે સૌથી મોટા પડકાર અંગે પૂછાયેલા સવાલના ઉત્તરમાં મુંઢેએ જણાવ્યું કે, ભારતમાં આરોગ્ય સાથે મોટો 'કોમ્પ્રોમાઇઝ' થઈ રહ્યો છે. આઝાદી સમયે દેશમાં ચેપી બીમારીનું પ્રમાણ વધારે હતું, જ્યારે આજે કેન્સર, ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને હાર્ટ અટેક જેવા નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (NCD)નો બોજ સતત વધી રહ્યો છે. આપણે જે પણ ખોરાક અને પીણાં પીએ છીએ તેની સાથે આ રોગો સીધા જોડાયેલા છે. ફૂડ સેફ્ટી એ માત્ર ખોરાકનો વિષય નથી પરંતુ, જાહેર આરોગ્યનો ગંભીર મુદ્દો છે અને આ વાસ્તવિકતા સમાજે જેટલી વહેલી સમજવી પડશે તેટલું વધુ સારું રહેશે. 'મારા માટે ખોરાકનો રંગ નહીં, જાહેર આરોગ્ય મહત્વનું' વિદ્યાર્થીઓ સાથે લીડરશીપ અંગે વાત કરતાં તેમણે સ્પષ્ટ વિઝન, નૈતિક પ્રામાણિકતા અને સિદ્ધાંતો પર અડગ રહેવા પર ભાર મૂક્યો હતો. તેમણે ટકોર કરતાં કહ્યું કે, મારા માટે ખોરાકની સજાવટ કે ચમકદાર રંગ કરતાં જાહેર આરોગ્ય અને સુરક્ષિત ખાદ્યસામગ્રી વધુ મહત્વપૂર્ણ છે. કાયદાનું પાલન માત્ર સરકારી તપાસ કે દંડાત્મક કાર્યવાહી પૂરતું સીમિત ન રહેવું જોઈએ. 'માત્ર પૈસા ખાતર ભ્રામક પ્રમોશન ન કરો' ખાદ્ય અને દવાઓની ભ્રામક જાહેરાતો અંગે મુંઢેએ કડક વલણ દર્શાવતાં કહ્યું કે, ગેરમાર્ગે દોરતા દાવાઓ સામે કાયદાકીય જોગવાઈઓ અગાઉથી જ મોજૂદ છે. FSSAIના કાયદા હેઠળ પ્રોડક્ટના દાવાઓમાં પારદર્શકતા અને સત્યતા હોવી ફરજિયાત છે. દવાના ક્ષેત્રમાં પણ ચમત્કારિક સારવારના ખોટા દાવાઓ સામે સ્પષ્ટ કાયદા છે, હવે જરૂર માત્ર તેના કડક અમલીકરણની છે. જાહેરાત આપતી કંપનીઓ, બ્રાન્ડ એમ્બેસેડર અને જાણીતી સેલિબ્રિટીઝની પણ નૈતિક ફરજ બને છે કે તેઓ માત્ર આર્થિક લાભ ખાતર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી વસ્તુઓનું પ્રમોશન ન કરે. સ્કૂલથી 50 મીટર ત્રિજ્યામાં HFSS ફૂડ પર પ્રતિબંધ બાળકોમાં વધી રહેલા જંક ફૂડના ચલણ અને ઓબેસિટી અંગે તેમણે મહારાષ્ટ્રમાં લેવાયેલા પગલાંની વિગતો આપી હતી. સ્કૂલ પરિસર તેમજ તેની આસપાસના 50 મીટરના વિસ્તારમાં વધુ પડતી ચરબી, ખાંડ અને મીઠું ધરાવતા (HFSS) ઉત્પાદનોના સંગ્રહ, વેચાણ અને જાહેરાત પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની આશરે 1.08 લાખ શાળાઓમાંથી 68 હજારથી વધુ શાળાઓમાં તાલીમ અપાઈ ચૂકી છે તેમજ શિક્ષણ વિભાગના સંકલનથી 70 હજારથી વધુ શિક્ષકો અને પ્રિન્સિપાલને સજ્જ કરવામાં આવ્યા છે. 50 મીટરના નિયમનો ભંગ કરનારા વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. 'ઘરમાં ચિપ્સ ખાઈને શાળામાં જંક ફૂડ રોકી શકાશે નહીં' NFHSના ડેટાને ટાંકીને 10 થી 12 વર્ષના બાળકોમાં NCDના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરતાં મુંઢેએ વાલીઓને પણ આડે હાથ લીધા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે, બાળકોને માત્ર સ્કૂલમાં સૂચનાઓ આપવાથી સમસ્યા નહીં ઉકેલાય. માતા-પિતાએ પોતાના ખોરાકની ટેવો સુધારીને બાળકો સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું પડશે. ધર્મ કે સંસ્કૃતિથી પર રહીને ખાદ્ય સુરક્ષાની ખાતરી તહેવારો ટાણે મીઠાઈ અને અન્ય ખાદ્યસામગ્રીમાં થતી ભેળસેળ રોકવા અંગે તેમણે જણાવ્યું કે, અગાઉ દરેક પર્વ મુજબ અલગ-અલગ 'ફેસ્ટિવલ ઓર્ડર' અપાતા હતા, પરંતુ આ વર્ષે વ્યવસ્થા બદલીને સમગ્ર વર્ષના તમામ તહેવારો માટે એક જ કાયમી 'સ્ટેન્ડિંગ ઓર્ડર' જારી કરી દેવાયો છે. આ આદેશ કોઈપણ ચોક્કસ પર્વ કે સંપ્રદાય પૂરતો સીમિત નથી પરંતુ, સંપૂર્ણપણે ધર્મ-નિરપેક્ષ અને તહેવાર-નિરપેક્ષ રહીને નાગરિકોને ભેળસેળમુક્ત શુદ્ધ આહાર મળે તે સુનિશ્ચિત કરે છે. કોણ છે IAS તુકારામ મુંઢે, તેમના એક્શનની આટલી ચર્ચા કેમ? IAS તુકારામ મુંઢે, એટલે કે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, એટલે કે FDAના કમિશનર. માત્ર 3 મહિનાના કાર્યકાળમાં મહારાષ્ટ્રની રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ફૂડ પ્રોડક્ટ્સ કંપનીઓ પર 1100થી વધુ દરોડા પાડ્યા, 165 લાઇસન્સ સસ્પેન્ડ કર્યા. શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ સુધીને નોટિસ જારી કરી. દેશભરમાં તેની ચર્ચા થઈ. હવે બોમ્બે હાઈકોર્ટે FDAને પૂછ્યું છે- 'શું તમે તમારી જાતને લોર્ડ સમજો છો?' બોમ્બે હાઈકોર્ટની સખ્તાઈનું કારણ શું છે, આખરે કોણ છે તુકારામ મુંઢે અને તેમની આટલી ચર્ચા કેમ છે…… (સંપૂર્ણ આર્ટિકલ વાંચો)
    Click here to Read More
    Previous Article
    મોરબી મહાનગરપાલિકાએ ચાર દિવસમાં 471 મૂર્તિઓનું વિસર્જન કર્યું:ચાર પીકઅપ પોઇન્ટ, સુરક્ષા વ્યવસ્થા સાથે 75 કર્મચારીઓએ સંભાળી કામગીરી
    Next Article
    મોરબીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી:'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ડ્રાઈવમાં 65 કિલો પ્લાસ્ટિક જપ્ત, ₹53,604 દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment