Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી:'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ડ્રાઈવમાં 65 કિલો પ્લાસ્ટિક જપ્ત, ₹53,604 દંડ

    7 hours ago

    મોરબી મહાનગરપાલિકાએ 'સ્વચ્છતા હી સેવા - ૨૦૨૬' રાષ્ટ્રીય અભિયાન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી કરી છે. તારીખ ૨૬/૦૯/૨૦૨૬ ના રોજ સ્વચ્છતા માર્શલોએ શહેરના તમામ ૧ થી ૧૩ વોર્ડમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. આ ડ્રાઈવ દરમિયાન શહેરના મુખ્ય રસ્તાઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાકભાજી માર્કેટ, હોટલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ, પાન-ગલ્લા અને અન્ય વ્યાપારી એકમોમાં તપાસ કરાઈ હતી. પર્યાવરણ માટે હાનિકારક એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકની પાતળી થેલીઓ, ઝભલા અને ડિસ્પોઝેબલ કટલરી સહિત આશરે ૬૫ કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. નિયમભંગ કરનારા વેપારીઓ અને નાગરિકો પાસેથી કુલ ₹૫૩,૬૦૪ નો દંડ સ્થળ પર જ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWIM) શાખા હેઠળ કાર્યરત સ્વચ્છતા માર્શલો દ્વારા કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ વેપારીઓ અને નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તાત્કાલિક બંધ કરીને કાપડ કે કાગળની થેલીઓ વાપરવા અપીલ કરી છે. આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ વધુ કડકાઈથી ચાલુ રહેશે અને નિયમભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    'ઘરમાં ચિપ્સ ખાઈને સ્કૂલમાં જંકફૂડ ન રોકી શકાય': તુકારામની ચેતવણી:પૈસા માટે સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી વસ્તુઓનું પ્રમોશન ન કરે સેલિબ્રિટીઝ; ગુજરાતની પહેલી મુલાકાતે મૂંઢે
    Next Article
    ભારતીય નેશનલ જનતા દળના નેતાઓ સામે ગુનો દાખલ:56 હજારથી વધુ દાતાઓ પાસેથી ₹1143 કરોડનું બોગસ દાન મેળવી 343 કરોડની કરચોરી આચરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment