Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય નેશનલ જનતા દળના નેતાઓ સામે ગુનો દાખલ:56 હજારથી વધુ દાતાઓ પાસેથી ₹1143 કરોડનું બોગસ દાન મેળવી 343 કરોડની કરચોરી આચરી

    7 hours ago

    રાજ્યના રાજકારણમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સાથે એક ખૂબ જ મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઇન્કમટેક્ષ વિભાગની સઘન તપાસ બાદ 'ભારતીય નેશનલ જનતા દળ' BNJD ના પક્ષના હોદ્દેદારો અને સંચાલકો દ્વારા આચરવામાં આવેલા ₹1143 કરોડથી વધુના બોગસ ડોનેશન અને હવાલા કૌભાંડ અંગે ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર રેકેટ પાછળ ગાંધીનગરમાં રહેતા પક્ષના પ્રમુખ સુરેન્દ્ર વિઠ્ઠલભાઈ ગજેરા મુખ્ય સૂત્રધાર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રાજકીય પક્ષોના નામે કરચોરી અને હવાલા નેટવર્કનો પર્દાફાશ ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત મેઘમલ્હાર કોમ્પ્લેક્સમાં આવેલી BNJD ની મુખ્ય ઓફિસ તેમજ પક્ષના પ્રમુખ સુરેન્દ્રકુમાર ગજેરા અને ખજાનચી રોનકસિંહ ચાવડાના નિવાસસ્થાને ગત 12 નવેમ્બર 2025 ના રોજ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ અને સીઝરની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્રાથમિક તપાસ અને સર્ચ ઓપરેશન દરમિયાન રાજકીય પક્ષોના નામે ચાલતા એક અત્યંત સુવ્યવસ્થિત કરચોરી અને હવાલા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. અનાજ અને ચીજ વસ્તુઓની ખરીદીના ખોટા બિલો ઊભા કર્યા વધુ તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીઓએ સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના સુઆયોજિત ઈરાદાથી BNJD પાર્ટીના બેંક ખાતાઓમાં જુદા જુદા ટેક્સ પેયર્સ પાસેથી ડોનેશન પેટે નાણાં સ્વીકાર્યા હતા. કાગળ પર માત્ર ડોનેશન લીધાનું દર્શાવીને આ નાણાં જે ટ્રેડિંગ, કાજલ એન્ટરપ્રાઈઝિસ, પરમાર એસોસિએટ્સ સહિતની વિવિધ બોગસ પેઢીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ પેઢીઓના માલિકો સાથે મેળાપીપણું કરીને પક્ષ દ્વારા અનાજ, કઠોળ તથા અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કર્યાના બનાવટી અને ખોટા બિલો ઊભા કરવામાં આવતા હતા. 56 હજાર દાતાઓ પાસેથી ₹1143 કરોડનું બોગસ દાન મેળવી આ પ્રક્રિયા બાદ બેંકમાંથી રોકડા નાણાં ઉપાડીને 2 ટકાથી 10 ટકા જેટલું કમિશન કાપી લઈ બાકીની રોકડ રકમ મૂળ દાતાઓને આંગડિયા પેઢીઓ અથવા હવાલા નેટવર્ક મારફતે પરત પહોંચાડવામાં આવતી હતી. આ ખોટા હિસાબી ચોપડા અને દસ્તાવેજોના આધારે દેશના ચૂંટણી પંચ સમક્ષ ખોટા કન્ટ્રીબ્યુશન રિપોર્ટ્સ 'ફોર્મ 24A' રજૂ કરવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2019-20 થી 2024-25 દરમિયાન કુલ 56,238 દાતાઓ પાસેથી રૂ. 11,43,85,66,970 નું બોગસ દાન મેળવીને સરકારને અંદાજે રૂ. 343 કરોડની સીધી આવકવેરાની ચોરી કરવામાં આવી છે. વાસ્તવમાં પક્ષની વાસ્તવિક કોઈ જ રાજકીય પ્રવૃત્તિ નહોતી.માત્ર સોશિયલ મીડિયા પર દેખાવો અને કાગળ પર પ્રવૃત્તિઓ બતાવીને કમિશનનું આખું રેકેટ ચલાવવામાં આવતું હતું. રોનકસિંહ ચાવડાના ઘરેથી હવાલા રસીદો અને ચેટ્સ મળી આ ગંભીર ગુનામાં પક્ષનો પ્રમુખ સુરેન્દ્રકુમાર વિઠ્ઠલભાઈ ગજેરાને મુખ્ય સૂત્રધાર છે. જે કમિશનના દર નક્કી કરવાથી લઈને ડમી કંપનીઓ મારફતે હવાલા દ્વારા રોકડ મોકલવાના સમગ્ર નેટવર્કનું સુપરવિઝન કરતા હતા. તેમજ જનરલ સેક્રેટરી વિપુલ સોલંકી વોટ્સએપ દ્વારા દાતાઓની વિગતો મેળવી બોગસ ડોનેશન સ્લિપો બનાવતા હતા. રોનકસિંહ ચાવડાના ઘરેથી હવાલા રસીદો અને ચેટ્સ મળી આવી છે, જ્યારે સીએ ઓડિટર આદિલ સૈયદે કોઈ જ ઓડિટ કે ચકાસણી કર્યા વગર માત્ર નાણાકીય લાભ માટે ડિજિટલ સહીઓ કરી ખોટા ઓડિટ અહેવાલો તૈયાર કરી આપ્યા હતા. આ મામલે ડેપ્યુટી કમિશનર, ઇન્કમટેક્ષ યુનિટ 2-1, અમદાવાદના ડો. રાજેન્દ્ર રાજે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી:'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ડ્રાઈવમાં 65 કિલો પ્લાસ્ટિક જપ્ત, ₹53,604 દંડ
    Next Article
    पति को छोड़कर आशिक के साथ रहना चाहती थी महिला हो गई प्रेमी के साजिश का शिकार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment