Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાનગરપાલિકાએ ચાર દિવસમાં 471 મૂર્તિઓનું વિસર્જન કર્યું:ચાર પીકઅપ પોઇન્ટ, સુરક્ષા વ્યવસ્થા સાથે 75 કર્મચારીઓએ સંભાળી કામગીરી

    9 hours ago

    મોરબી મહાનગરપાલિકાએ સરકારી ગાઈડલાઈન મુજબ મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા કરી. ચાર દિવસમાં કુલ 471 મૂર્તિઓનું વિસર્જન કરાયું. શહેરીજનોને સીધા વિસર્જન સ્થળે ન જવું પડે તે માટે ચાર પીકઅપ પોઇન્ટ બનાવાયા. એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઈસ્કૂલ–વી.સી. પરા, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને સ્કાય મોલ પાસેના પોઇન્ટ પરથી મૂર્તિઓ વિસર્જન સ્થળે પહોંચાડાઈ. લીલાપર–ઘુંટુ રોડ પર વિશેષ વિસર્જન સ્થળ તૈયાર કરાયું. 2 ક્રેન, 1 JCB અને 9 ટ્રેક્ટર સહિતના સાધનોની વ્યવસ્થા હતી. દુર્ઘટના ટાળવા સુરક્ષાના ભાગરૂપે ફાયર રેસ્ક્યૂ બોટ, મિની ફાયર ફાઇટર, લાઇફ રિંગ અને લાઇફ જેકેટ જેવી વ્યવસ્થા ઉપલબ્ધ હતી. ભક્તોની સુવિધા માટે સ્થળ પર મંડપ, પીવાનું પાણી અને માઇક-સ્પીકર સિસ્ટમની વ્યવસ્થા કરાઈ. મહાનગરપાલિકાના 75 અધિકારી-કર્મચારીઓએ આખી કામગીરી સંભાળી. આયોજનબદ્ધ વ્યવસ્થા સાથે ચાર દિવસની મૂર્તિ વિસર્જન કામગીરી પૂર્ણ કરાઈ.
    Click here to Read More
    Previous Article
    નાના અંબાજીમાં પહેલીવાર ડ્રોન શો યોજાયો:100 ડ્રોનથી 15 મિનિટનો શો, ભક્તોએ મોબાઈલમાં કેદ કર્યા મનોરમ દ્રશ્યો
    Next Article
    'ઘરમાં ચિપ્સ ખાઈને સ્કૂલમાં જંકફૂડ ન રોકી શકાય': તુકારામની ચેતવણી:પૈસા માટે સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી વસ્તુઓનું પ્રમોશન ન કરે સેલિબ્રિટીઝ; ગુજરાતની પહેલી મુલાકાતે મૂંઢે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment