Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ રસ્તા-બ્રિજની સફાઈ કરાઈ:માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા, નાગરિકોને સ્વચ્છતા જાળવવા અપીલ

    18 hours ago

    વલસાડ જિલ્લા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા ગુરુવારે સેવા સંકલ્પ અભિયાન-2026 હેઠળ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સરકારી કચેરીઓ, વિશ્રામગૃહ, અતિથિગૃહ, જાહેર રસ્તા અને બ્રિજ પર સફાઈ કરી. આ અભિયાનમાં કાર્યપાલક ઇજનેર જતીન પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર જીગર પટેલ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા. સફાઈ દરમિયાન વિવિધ જગ્યાએથી કચરો હટાવી આસપાસનો વિસ્તાર સાફ કરવામાં આવ્યો. જિલ્લામાં વિભાગ હેઠળના અન્ય વિસ્તારોમાં પણ સફાઈ કામગીરી થઈ હતી. માર્ગ-મકાન વિભાગે લોકોને જાહેર જગ્યાઓ સ્વચ્છ રાખવા અને રસ્તા પર કચરો ન ફેંકવા અપીલ કરી. વિભાગે ‘સ્વચ્છતા માત્ર અભિયાન નથી, પણ સૌની જવાબદારી છે’ના સંદેશ સાથે નાગરિકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી.
    Click here to Read More
    Previous Article
    પાટણના સિદ્ધપુર અને શંખેશ્વરમાંથી બે બોગસ ડોક્ટર ઝડપાયા:ડિગ્રી-લાયસન્સ વગર પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ગુનો નોંધાયો
    Next Article
    'ઘરમાં ચિપ્સ ખાઈને સ્કૂલમાં જંકફૂડ ન રોકી શકાય': તુકારામની ચેતવણી:પહેલીવાર ગુજરાત આવેલા ફૂડ ઓફિસર મૂંઢેએ કર્ણાવતી યુનિ.માં વાલીઓ અને કંપનીઓને ભણાવ્યા ફૂડ સેફ્ટીના પાઠ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment