Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાષ્ટ્રમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સુરતમાં ઉકેલાયો:અમરાવતીમાં ચોરી કરી ફરાર બે શખ્સોને સોના-ચાંદીના દાગીના, રોકડ અને હથિયારો સાથે સારોલી પોલીસે પકડ્યા

    2 days ago

    સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના અમરાવતી ખાતે બનેલી ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરી બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. બે શખ્સો ચોરીના સોના-ચાંદીના દાગીના સુરતમાં પ્રવેશ્યા પોલીસ ટીમ નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના અમરાવતી શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો ચોરીના સોના-ચાંદીના દાગીના સાથે અંત્રોલી ગામ તરફથી ચાલીને નિયોલ ચેકપોસ્ટ થઈ સુરતમાં પ્રવેશવાના છે. મળેલી બાતમી અને વર્ણનના આધારે પોલીસે વોચ ગોઠવી નિયોલ ચેકપોસ્ટ પાસેથી બે શંકાસ્પદ શખ્સોને કોર્ડન કરી ઝડપી લીધા હતા. પોલીસે બંને શખ્સોને અટકાવી પૂછપરછ કરી પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતાં તેમની ઓળખ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી અકબર ઉર્ફે આરીફ સુલતાન સૈફી ઉં.વ. 41 અને હબીબ હફીઝ સૈફી ઉં.વ. 46 તરીકે થઈ હતી. બંને આરોપીઓની તલાશી લેતાં તેમની પાસેથી 1.170 ગ્રામ સોનાની નથ કિંમત રૂ. 13,230 તેમજ 136.920 ગ્રામ વજનના ચાંદીના વિવિધ દાગીના અને વાસણો જેમાં કંદોરો, કંકાવટી, નાની વાટકીઓ, ઘુઘરો, ઝુડો અને કડીઓ સામેલ છે, જેની કિંમત રૂ. 20,280, 4 નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. 11,000, રોકડા રૂપિયા 33,000 તેમજ ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા લોખંડના પાણિયા, પેચીયું અને વાદરી પાનું મળી આવ્યા હતા. પોલીસની મુદ્દામાલ જપ્ત કરી બંને વિરૂદ્ધ કાર્યવાહી પોલીસે કુલ રૂ. 77,510 નો મુદ્દામાલ BNSની કલમ-106 હેઠળ તપાસ અર્થે જપ્ત કર્યો છે. આ કામગીરીથી મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જિલ્લાના રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો વણઉકેલાયેલો ગુનો ઉકેલાઈ ગયો છે. બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના ગણેશવાડીમાં 149મા ગણેશોત્સવની પૂર્ણાહુતિ:11 દિવસ પૂજન બાદ ગજાનન મંડળી ભદ્ર દ્વારા જાળેશ્વર ખાતે વિસર્જન કરાયું, 150મું વર્ષ ઉજવવાનો સંકલ્પ
    Next Article
    રાજકોટની મોડેલ પર વડોદરાના બિલ્ડરનું દુષ્કર્મ:મેટ્રિમોનિયલ સાઇટ પરથી પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી, ₹100ના સ્ટેમ્પ પર લગ્નનું નાટક રચી હોટેલમાં શોષણ કર્યા બાદ તરછોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment