Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસા બાદ પણ સુરતના બિસ્માર માર્ગોનું કામ લંબાયું:મનપામાં ₹100 કરોડથી વધુના રોડ નિર્માણના ટેન્ડરો અને પેમેન્ટ અટવાયા, માર્ગોના સમારકામ બાબતે મહેશ અણઘણે કરી રજૂઆત

    2 days ago

    સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ચાર મહિના કરતાં વધુ સમયથી રસ્તા નિર્માણના અંદાજે ₹100 કરોડથી વધુના ટેન્ડરો મંજૂર ન થતાં વિવાદ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે મેયર સમક્ષ રજૂઆત કરીને આક્ષેપ કર્યો છે કે કમિશન કોણ લેશે તે વિવાદના કારણે જનહિતના મહત્વના રોડ પ્રોજેક્ટ્સ અટવાઈ પડ્યા છે. સેક્રેટરી ઓફિસ સુધી ફાઈલો પહોંચી ગઈ હોવા છતાં સ્થાયી સમિતિના એજન્ડામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ટેન્ડર ભરાયા બાદ પણ કામ અંગે નિર્ણય ન લેવાતા રજૂઆત મળતી માહિતી અનુસાર, કતારગામ, વરાછા, સેન્ટ્રલ ઝોન અને ઉધના સહિતના વિવિધ ઝોન અને વિસ્તારોમાં કરોડો રૂપિયાના રસ્તાના કામો અટવાયેલા છે. તેમાં કતારગામ ઝોનમાં ₹16 કરોડ અને ₹14 કરોડ તેમજ સેન્ટ્રલ ઝોનમાં ₹22.90 કરોડ અને ₹13.54 કરોડ જેવા મહત્વના કામોના ટેન્ડર ભરાયા હોવા છતાં લાંબા સમયથી નિર્ણય લેવાયો નથી. કેટલાક કિસ્સામાં તો 3થી 4 મહિના વિતવા છતાં ટેન્ડર સ્વીકારાયા કે મંજૂર કરાયા નથી. મહેશભાઈએ જણાવ્યું હતું કે ઝોન કચેરીઓમાં પણ ટેન્ડરો ભરાઈ ગયા હોવા છતાં બિડ ખોલવામાં આવી નથી, જેના કારણે અંદાજે ₹150 કરોડના ટેન્ડરો સેક્રેટરી કચેરી સુધી પહોંચ્યા જ નથી. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરોના આશરે ₹200 કરોડથી વધુ રકમના ફાઇનલ બિલો ન બનતાં અને પેમેન્ટ અટવાઈ જતાં કોન્ટ્રાક્ટરો ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. તાત્કાલીક ટેન્ડરો મંજૂર કરી કામ કરવા માગ તેમણે ચેતવણી આપી હતી કે ચોમાસામાં શહેરના રસ્તાઓ અત્યંત બિસ્માર થઈ ગયા છે. નવરાત્રીનો સમય વીતી જવા છતાં જો ટેન્ડરો ફાળવાશે નહીં, તો આગામી સમયમાં હોળી, ત્યારબાદ ચોમાસું અને આચારસંહિતા આવવાથી આખું વર્ષ સુરતવાસીઓને ખરાબ રસ્તાઓનો સામનો કરવો પડશે. સમગ્ર મામલે તાત્કાલિક ટેન્ડરો મંજૂર કરી રોડના કામો ઝડપથી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાની ટ્રેનમાં મુસાફરી:છોટા ઉદેપુરથી પ્રતાપનગર સુધી ટ્રેનમાં સફર કરી, મુસાફરોના અનુભવો અને મુશ્કેલીઓ જાણી
    Next Article
    લઠ્ઠાકાંડ બાદ ભાવનગર પોલીસમાં મોટાપાયે ફેરબદલ:LCB-SOG સહિત 26 પોલીસકર્મીઓની આંતરિક બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment