Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડ બાદ ભાવનગર પોલીસમાં મોટાપાયે ફેરબદલ:LCB-SOG સહિત 26 પોલીસકર્મીઓની આંતરિક બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    2 days ago

    ભાવનગરમા ચકચારી લઠ્ઠાકાંડ બાદ લાંબા સમયથી ચાલી રહેલી બદલીની ચર્ચાઓ વચ્ચે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં એલસીબીના ચાર પોલીસ કર્મી, એસઓજીના ત્રણ પોલીસ કર્મી તેમજ જિલ્લામાં જુદાં-જુદાં પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની એકસાથે 19 પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરાતા પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે. 26 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી. ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂના સેવનથી 14 લોકોના મોત નિપજતા ચક્ચાર મચી જવા પામી હતી. જે મામલે સ્ટેટ મોનિટેરીંગ સેલે તપાસ દોર સંભાળી હતી જેમાં શહેર તેમજ જિલ્લાના અનેક ઉચ્ચ પોલીસ અધિકારી થી લઈ અનેક પોલીસ કર્મીઓની પૂછપરછ તેમજ નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ભાવનગર પોલીસ કર્મચારીઓની બદલીની લાંબા સમયથી ચર્ચાઓ જોર પકડ્યું હતું. આજરોજ સમી સાંજે ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા લોકલ ક્રાઇમમાં ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ બાબુભા એ.એસ.આઇ ને ભરતનગર પોલીસ મથક, વનરાજભાઈ ભાભલુભાઈ એ.એસ.આઇ ને વરતેજ પોલીસ મથક, જયદાનભાઈ અજુભાઈ હેડ કોસ્ટેબલ ને દાઠા પોલીસ મથક, ફાલ્ગુનસિંહ ધર્મેન્દ્રસિંહ પોલીસ કોસ્ટેબલ ને દાઠા પોલીસ મથક તેમજ સ્પેશિયલ ઓપરેશન ગૃપના મહાવીરસિંહ દિલીપસિંહ એ.એસ.આઈ ને નિલમબાગ પોલીસ મથક, જયવીરસિંહ વિક્રમસિંહ હેડ કોસ્ટેબલ ને નિલમબાગ પોલીસ મથક, ઘનશ્યામભાઈ રાયમલભાઈ પોલીસ કોન્સ્ટેબલ ને શિહોર પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે શહેર તેમજ જિલ્લાના તાલુકાના પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 19 પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ તેમજ શહેર-જિલ્લાના પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 26 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસા બાદ પણ સુરતના બિસ્માર માર્ગોનું કામ લંબાયું:મનપામાં ₹100 કરોડથી વધુના રોડ નિર્માણના ટેન્ડરો અને પેમેન્ટ અટવાયા, માર્ગોના સમારકામ બાબતે મહેશ અણઘણે કરી રજૂઆત
    Next Article
    પાંચમા નોરતે ગરબે ઘૂમવા ખેલૈયાઓ આતુર:વડોદરામાં ગુજરાતી ફિલ્મ એક્ટર મિત્ર ગઢવી ગરબે ઘૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment