Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ગણેશવાડીમાં 149મા ગણેશોત્સવની પૂર્ણાહુતિ:11 દિવસ પૂજન બાદ ગજાનન મંડળી ભદ્ર દ્વારા જાળેશ્વર ખાતે વિસર્જન કરાયું, 150મું વર્ષ ઉજવવાનો સંકલ્પ

    2 days ago

    પાટણના ગણેશવાડી ભદ્ર ખાતે 149મા સાર્વજનિક ગણેશોત્સવની પૂર્ણાહુતિ થઈ. ગજાનન મંડળી ભદ્ર દ્વારા આયોજિત આ ઉત્સવમાં 11 દિવસ પૂજન-અર્ચન બાદ માટીની પ્રતિમાનું જાળેશ્વર પાલડી ખાતેના જલકુંડમાં વિસર્જન કરાયું. વિસર્જન પહેલા ગણેશવાડીમાં સંગીત સાથે શોભાયાત્રા અને ગરબાનું આયોજન થયું. ભક્તોએ મહાઆરતી ઉતારી અને ગરબા કર્યા. ગણેશવાડી પરિસરમાં જ પ્રતિમાની પ્રદક્ષિણા પણ કરાવાઈ. શોભાયાત્રા બાદ ગણેશજીની મૂર્તિને જાળેશ્વર પાલડીના જલકુંડમાં વિસર્જિત કરાઈ. આ કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો, સભાસદો અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા. સૌએ 'ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લૌકર યા'ના નાદ સાથે વિદાય આપી. ગજાનન મંડળીના મેનેજિંગ ટ્રસ્ટી સુનિલ પાગેદારે જણાવ્યું કે, 149મા ઉત્સવની સફળ પૂર્ણાહુતિ બાદ આગામી 150મા વર્ષનો ગણેશોત્સવ ધાર્મિક પદ્ધતિથી ઉજવવાનો સંકલ્પ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:85 ચપટા દારૂ સાથે એક શખ્સ પકડાયો, 1.67 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    મહારાષ્ટ્રમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સુરતમાં ઉકેલાયો:અમરાવતીમાં ચોરી કરી ફરાર બે શખ્સોને સોના-ચાંદીના દાગીના, રોકડ અને હથિયારો સાથે સારોલી પોલીસે પકડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment