Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:85 ચપટા દારૂ સાથે એક શખ્સ પકડાયો, 1.67 લાખનો મુદ્દામાલ જપ્ત

    2 days ago

    લાલપુરના ચાર થાંભલાથી આગળ મુથુટ ફાઇનાન્સ પાસેની ગલીમાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. પોલીસે GJ-10-TW-7248 નંબરની બજાજ મેક્સીમા રિક્ષા રોકી હતી. રિક્ષાની તપાસ કરતા તેમાંથી 180 MLની વિદેશી દારૂની કુલ 85 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત 17 હજાર રૂપિયા હોવાનું જણાવાયું છે. પોલીસે દારૂનો જથ્થો અને 1.50 લાખ રૂપિયાની રિક્ષા સહિત કુલ 1.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે હુસેન ફારુકભાઈ પટેલ (ઉંમર 38)ને ઘટનાસ્થળેથી પકડી પાડ્યો હતો. આ કેસમાં ઇરફાન તારમામદ ઘુઘાનું નામ સપ્લાયર તરીકે નોંધાયું છે, જેની ધરપકડ હજુ બાકી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(a), 98(2) અને 81 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    बढ़ती उम्र में भी मजबूत रहेंगी हड्डियां, बस रोज 1 कटोरी खाएं इस चीज से बना रायता
    Next Article
    પાટણના ગણેશવાડીમાં 149મા ગણેશોત્સવની પૂર્ણાહુતિ:11 દિવસ પૂજન બાદ ગજાનન મંડળી ભદ્ર દ્વારા જાળેશ્વર ખાતે વિસર્જન કરાયું, 150મું વર્ષ ઉજવવાનો સંકલ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment