Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળીયા તાલુકા સ્પર્ધામાં સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન:‘વિકસિત ભારત-૨૦૪૭’ થીમ પર ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ, શાળાનું ગૌરવ વધાર્યું

    3 days ago

    માળીયા તાલુકા પંચાયત ખાતે ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘વિકસિત ભારત-૨૦૪૭’ થીમ પર ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી અને બી.આર.સી. ભવન, માળીયાના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનું આયોજન થયું હતું. શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ, ખાખરેચીના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.ઉચ્ચતર માધ્યમિક વિભાગની વક્તૃત્વ સ્પર્ધામાં કૈલા વિભૂતિ સુરેશભાઈ અને ચિત્ર સ્પર્ધામાં પારઘી સાધના રમેશભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો. માધ્યમિક વિભાગની વક્તૃત્વ સ્પર્ધામાં પારજીયા શિવાની શૈલેષભાઈ અને ચિત્ર સ્પર્ધામાં ઉચાસણા પાવન નરોત્તમભાઈએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો. વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત-૨૦૪૭’ની કલ્પનાને પોતાની કલા અને વક્તૃત્વ દ્વારા સુંદર રીતે રજૂ કરી. વિજેતા અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રશંસાપત્ર તથા પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાયા. શાળાના આચાર્ય અને સ્ટાફગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી, જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ સારું પ્રદર્શન કરવા શુભકામનાઓ આપી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશને અડધી રાત્રે AB નેગેટિવ બ્લડની વ્યવસ્થા:ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ દર્દી માટે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
    Next Article
    વલસાડની ઔરંગા નદીમાંથી બેફામ રેતી ચોરીનો આક્ષેપ:કૈલાશ રોડ નજીક ગેરકાયદેસર ખનનથી પર્યાવરણને નુકસાન, સ્થાનિકોએ કાર્યવાહી માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment