Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની ઔરંગા નદીમાંથી બેફામ રેતી ચોરીનો આક્ષેપ:કૈલાશ રોડ નજીક ગેરકાયદેસર ખનનથી પર્યાવરણને નુકસાન, સ્થાનિકોએ કાર્યવાહી માંગી

    3 days ago

    વલસાડ શહેરના કૈલાશ રોડ પર આવેલી ઔરંગા નદીમાંથી કેટલાક રેતી માફિયાઓ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને ચોરી કરી રહ્યા હોવાનો આક્ષેપ છે. આ ઘટના સામે આવતા સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ, ઔરંગા નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી ઉપાડવામાં આવી રહી છે. નદીના પટમાં ખોદકામ થવાથી પર્યાવરણને નુકસાન થવાની સાથે નદીના કુદરતી પ્રવાહ પર પણ અસર થવાનો ડર છે. આ રેતી ચોરીને કારણે સરકારને રોયલ્ટીની આવકમાં પણ નુકસાન થઈ શકે છે. સ્થાનિકોએ ખાણ-ખનીજ વિભાગને સ્થળ તપાસ કરીને ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવા માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, જો નિયમ વિરુદ્ધ રેતી ઉપાડવામાં આવતી હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અને રેતી ચોરી રોકવામાં આવે. ખાણ-ખનીજ વિભાગની ટીમ નિયમિત પેટ્રોલિંગ કરે તો આવી પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવી શકાય તેમ છે.
    Click here to Read More
    Previous Article
    માળીયા તાલુકા સ્પર્ધામાં સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન:‘વિકસિત ભારત-૨૦૪૭’ થીમ પર ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ, શાળાનું ગૌરવ વધાર્યું
    Next Article
    How Vietnam Became the Most Powerful Country in Southeast Asia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment