Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશને અડધી રાત્રે AB નેગેટિવ બ્લડની વ્યવસ્થા:ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ દર્દી માટે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

    3 days ago

    મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશને એક જરૂરિયાતમંદ દર્દી માટે સમયસર રક્તની વ્યવસ્થા કરાઈ. ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વર્ષાબેન આદ્રોજાને અતિ દુર્લભ 'AB નેગેટિવ' (AB-) બ્લડની તાત્કાલિક જરૂર હતી. AB નેગેટિવ બ્લડ ગ્રૂપ ખૂબ જ દુર્લભ છે, જે દર 1000 માંથી 2-3 વ્યક્તિઓમાં જ જોવા મળે છે. બ્લડ બેંકોમાં પણ તે સરળતાથી મળતું નથી. દર્દીના પરિવારે મોડી રાત્રે યુવા શક્તિ ફાઉન્ડેશનની હેલ્પલાઇન પર મદદ માંગી. ટીમે તરત જ સભ્ય જયદીપભાઈ અઘેરાનો સંપર્ક કર્યો. જયદીપભાઈએ તરત જ મોરબીની સંસ્કાર બ્લડ બેંક પહોંચીને પોતાનું AB નેગેટિવ રક્ત દાન કર્યું. સમયસર રક્ત મળતા દર્દીની સારવાર આગળ વધી શકી. આદ્રોજા પરિવારે રક્તદાતા જયદીપભાઈ અઘેરા અને યુવા શક્તિ ફાઉન્ડેશનનો આભાર માન્યો. યુવા શક્તિ ફાઉન્ડેશન મોરબી 'હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન' અભિયાન ચલાવે છે. રક્તદાન કરવા માંગતા લોકો ફાઉન્ડેશનની 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરી નોંધણી કરાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    કતારગામ, રાંદેર-અડાજણના વાહનચાલકોને 5 કિમીના ચકરાવામાંથી મુક્તિ:તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ શાંત થતાં સિંગણપોર-રાંદેર કોઝ-વે પરથી વાહનવ્યવહાર શરૂ, નોકરીયાતો અને વેપારીઓને ફાયદો
    Next Article
    માળીયા તાલુકા સ્પર્ધામાં સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન:‘વિકસિત ભારત-૨૦૪૭’ થીમ પર ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ, શાળાનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment