Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં મોડી રાત સુધી ગણપતિ વિસર્જન:દસ દિવસની ભક્તિ બાદ બાપ્પાને ઉત્સાહભેર વિદાય અપાઈ

    8 hours ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ગતરોજ ગણપતિ વિસર્જન ઉત્સાહભેર યોજાયું. વહેલી સવારથી ઘરે અને ઓફિસની નાની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થયું. બપોર બાદ પંડાલની મોટી પ્રતિમાઓની ભવ્ય યાત્રા નીકળી. ભારે તાપ છતાં ગણેશ ભક્તોનો ઉત્સાહ અકબંધ રહ્યો. ઢોલ-નગારાં અને ડીજેના તાલે મોટી સંખ્યામાં ભક્તો યાત્રામાં જોડાયા. યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ. પોલીસે વિસર્જન યાત્રા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત તકેદારી રખાઈ. સાંજે ગણપતિની પ્રતિમાઓ વાસિયા તળાવ ખાતે પહોંચી. અહીં ધાર્મિક વિધિ સાથે વિસર્જન કરાયું. સાંજથી શરૂ થયેલી પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી. મોડી રાત સુધી ચાલેલા વિસર્જન બાદ તમામ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થયું. ભક્તોએ “ગણપતિ બાપ્પા મોરિયા, આગલે બરસ તું જલ્દી આ”ના નારા સાથે બાપ્પાને વિદાય આપી.
    Click here to Read More
    Previous Article
    સ્વતંત્રતા અભિવ્યક્તિ-ગરીબ કલ્યાણ પાર્ટી સામે અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ:ડોનેશન આપનારને 8થી 9 ટકા કમિશન કાપી રોકડ પરત કરતા; 289 કરોડથી વધુની ટેક્સ ચોરી
    Next Article
    કુજાડ શાળાની ઉન્નતિ વાઘેલાએ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું:બારેજા BRC ખાતે 'વિકસિત ભારત ૨૦૪૭' અભિયાન હેઠળ શાળાને ગૌરવ અપાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment