Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વતંત્રતા અભિવ્યક્તિ-ગરીબ કલ્યાણ પાર્ટી સામે અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ:ડોનેશન આપનારને 8થી 9 ટકા કમિશન કાપી રોકડ પરત કરતા; 289 કરોડથી વધુની ટેક્સ ચોરી

    9 hours ago

    સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીનું ​રૂ. 519 કરોડનું બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ઇન્કમટેક્સ વિભાગે તપાસ કરતા ડોનેશન આપનાર લોકોને 8થી 9 ટકા કમિશન કાપી રોકડ પરત કરવામાં આવતી હતી. આઇટી વિભાગે અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં નરોડા ખાતે આવેલી રાજકીય પાર્ટી સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી સહિત તેના હોદ્દેદારો, ટેક્સ કન્સલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે રૂ. 519 કરોડના બોગસ ડોનેશન અને રૂ. 155 કરોડથી વધુની ટેક્સ ચોરી બદલ ફરિયાદ નોધાવી છે. નાના ચિલોડા ખાતે આવેલી રાજકીય પાર્ટી ગરીબ કલ્યાણ પાર્ટીના બેંક ખાતાઓ દ્વારા રૂ. 206 કરોડથી વધુનું બોગસ ડોનેશન દર્શાવીને 62 કરોડથી વધુની ટેક્સ ચોરી કરાવવાનું સામે આવતા સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે પાર્ટીના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી અને 3 સીએ સહિત 9 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 8થી 9 ટકા કમિશન કાપીને બાકીના નાણાં પરત કરતા ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે આ રાજકીય પક્ષનો હેતુ કોઈ ચૂંટણી લડવાનો કે રાજકીય પ્રવૃત્તિ કરવાનો નહોતો, પરંતુ માત્ર કમિશન કમાવવાનો હતો. દેશના મોટા કરદાતાઓ પાસેથી ચેક કે RTGS મારફતે દાન મેળવી તેમને આવકવેરા કાયદાની કલમ હેઠળ 100 ટકા ટેક્સ કપાત મેળવવા માટે બોગસ રસીદો અપાતી હતી. ત્યારબાદ આ નાણાં 'જય ટ્રેડિંગ કંપની' નામની બોગસ શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરી, 8થી 9 ટકા જેટલું કમિશન કાપીને બાકીના નાણાં કરદાતાઓને રોકડા પરત કરી દેવાતા હતા. ચૂંટણી પંચ સમક્ષ દાનનો ખોટો અહેવાલ રજૂ કરાયો ​CA મયુરસિંહ રાઠોડ દ્વારા હિસાબોની કોઈ પણ ચકાસણી કર્યા વિના ખોટા કન્ટ્રીબ્યુશન રિપોર્ટ તૈયાર કરી, ડિજિટલ સાઇન કરીને ખોટો ઓડિટ ટ્રેલ ઉભો કરી ઇન્કમટેક્સ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ સમક્ષ પણ દાન અંગેનો ખોટો અહેવાલ રજૂ કરાયો હતો. આ સમગ્ર કૌભાંડ દ્વારા કરદાતાઓને ટેક્સ મુક્તિ અપાવીને આશરે રૂ. 155 કરોડની કરચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોચાડ્યું હતું. આટલું જ નહી જમા થયેલા રૂપિયા અન્ય કૌભાંડ સાથે પણ લિંક હોવાની શક્યતા છે. આ અંગે ઇન્કમટેક્ષ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેકટર મુકતેન્દ્રકુમારે ​સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર તિવારી, ટેક્સ કન્સલટન્ટ પાટણના મેહુલકુમાર ખત્રી અને સીએ મયુરસિંહ ચંદનસિંહ રાઠોડ સામે અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ગરીબ કલ્યાણ પાર્ટી સામે પણ ફરિયાદ ઇન્કમટેક્ષ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર યતીશ કાલેને ઈન્કમટેક્ષના ડેટા પર માહિતી મળી હતી કે ગરીબ કલ્યાણ પાર્ટી દ્વારા ખોટા ડોનેશન મેળવવામાં આવે છે. તેના આધારે ​તપાસ કરતા ગરીબ કલ્યાણ પાર્ટીનો હેતુ કોઈ રાજકીય પ્રવૃત્તિ કરવાનો કે ચૂંટણી લડવાનો હતો જ નહીં, પરંતુ માત્ર કમિશન કમાવવાનો હતો. દેશના મોટા કરદાતાઓ પાસેથી ચેક કે RTGS મારફતે દાન મેળવી તેમને આવકવેરા કાયદાની કલમ હેઠળ 100 ટકા ટેક્સ મુક્તિ મેળવવા માટે બોગસ રસીદો આપવામાં આવતી હતી. 5થી 7 ટકાનું કમિશન કાપીને બાકીની રકમ પરત કરતા ​ત્યારબાદ આ નાણા ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ અને જલારામ એન્ટરપ્રાઇઝ જેવી શેલ (બોગસ) કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ત્યાંથી 5થી 7 ટકા સુધીનું કમિશન કાપીને બાકીની રકમ કેશબેક સ્વરૂપે દાતાઓને પરત કરી દેવામાં આવતી હતી. હિસાબ જોયા વગર ખોટો ઓડિટ રિપોર્ટ સાચો હોવાનું બતાવ્યું સમગ્ર કૌભાંડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા હિસાબોની કોઈ પણ ચકાસણી કર્યા વિના ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કરી આપવામાં આવ્યા હતા. જેમાં ​CA કુલદીપદાન ટાપરિયા રૂ. 50 હજાર રોકડા લઈ કોઈપણ હિસાબ જોયા વગર ખોટો ઓડિટ રિપોર્ટ સાચો હોવાનું બતાવ્યું હતું. તેમજ ​CA અશોકકુમાર શાહ અને CA પંકજ અગ્રવાલને શેલ કંપનીઓ હોવાની જાણ હોવા છતાં બેલેન્સ શીટ અને ટેક્સ ઓડિટ રિપોર્ટ ડિજિટલ સાઇન કરી સરકારી પોર્ટલ પર અપલોડ કર્યા હતા. બોગસ કંપની દ્વારા 1295 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કર્યા તેમજ તપાસમાં ​દાતાઓ દ્વારા રૂ. 134 કરોડથી વધુ ખોટી ટેક્સ કપાત મેળવી હતી. જેથી ​સરકારી તિજોરીને રૂ. 62 કરોડનું નુકસાન થયું હતું. ઉપરાંત બોગસ કંપની દ્વારા 1295 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. તેમજ પ્રદીપસિંહ અભિષેકના નામે બોગસ જલારામ કંપની ઉભી કરી હતી. તેના બદલે તે 5 હજાર પગાર આપતો હતો. આ અંગે ગરીબ કલ્યાણ પાર્ટી, પ્રમુખ નીરજ કુમાર ક્ષત્રિય, સેક્રેટરી, ધનંજયસિંહ રાજપૂત, ખજાનચી ધીરજકુમાર ક્ષત્રિય, મુખ્ય સૂત્રધાર ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના માલિક અભિષેક ચંદ્રપ્રકાશ તિવારી, જલારામ એન્ટરપ્રાઇઝના માલિક પ્રદીપસિંહ પરિહાર, રાજકોટના CA કુલદીપદાન ટાપરિયા, શાહીબાગના CA અશોકકુમાર શાહ, સેટેલાઇટના CA પંકજ અગ્રવાલ સામે ઇન્કમટેક્ષ વિભાગે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    પવન ખેડાએ કહ્યું- જ્ઞાનેશ કુમારને PM બનાવવા જોઈએ:પદ્મ ભૂષણ તેમના માટે નાની વાત; બંગાળ BJP અધ્યક્ષે કહ્યું હતું- CEC સન્માનના હકદાર
    Next Article
    લુણાવાડામાં મોડી રાત સુધી ગણપતિ વિસર્જન:દસ દિવસની ભક્તિ બાદ બાપ્પાને ઉત્સાહભેર વિદાય અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment