Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીઓ, ઉમેદવારોએ લીધા મતદાનના શપથ:સુરેન્દ્રનગર BRC ભવન ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે જાગૃતિ

    4 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી, બી.આર.સી. ભવન ખાતે એક મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાસહાયક ઉમેદવારોએ મતદાન કરવાના શપથ લીધા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ 'સ્વીપ' (SVEEP) પ્રવૃત્તિઓ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકશાહીના પર્વમાં નાગરિકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. ઉપસ્થિત તમામ નાગરિકોને રાષ્ટ્રના હિતમાં અને મજબૂત લોકશાહીના નિર્માણ માટે, આગામી ચૂંટણીમાં કોઈ પણ પ્રકારના લોભ, લાલચ કે ડર વગર 'અવશ્ય મતદાન' કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા અપીલ કરાઈ હતી. આ તકે ઉમેદવારો અને વાલીઓને મતદાનનું મહત્વ સમજાવતા જણાવાયું હતું કે, મતાધિકાર એ માત્ર હક્ક નથી પરંતુ એક પવિત્ર ફરજ પણ છે. શપથ લેવાની સાથે સાથે અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રેરિત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 'મારો મત, મારી ઓળખ' અને 'ચૂંટણીનો પર્વ, દેશનો ગર્વ' જેવા સૂત્રો ગુંજી ઉઠ્યા હતા. લોકશાહીની મજબૂતી માટે જાગૃત મતદાર અનિવાર્ય છે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ભવિષ્ય અને વિકાસની દિશા નક્કી કરી શકે છે. કોઈપણ આળસ રાખ્યા વગર કે કોઈના પ્રભાવમાં આવ્યા વિના, પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરવા હાકલ કરવામાં આવી હતી. સૌ સાથે મળીને લોકશાહીના આ મહોત્સવને સફળ બનાવી સુદૃઢ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ગોપાલે ગજવ્યો સુરતના કતારગામની ટીપીનો મુદ્દો:ઇટાલિયાએ કહ્યું-પાટીલ અને અહીંના ધારાસભ્ય વચ્ચે એક ડખો થતાં કામ અટવાયું, સુરતમાં AAPને પડકારવા CM ખુદ મેદાને
    Next Article
    સુરેન્દ્રનગર ચૂંટણી, વોર્ડ 6 થી 9 માટે કંટ્રોલ રૂમ શરૂ:એમ.પી.શાહ ITI ખાતે કાર્યરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment