Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં AAP કાર્યકરોની ધરપકડ મુદ્દે રાજકારણ ગરમાયું:કેજરીવાલે CM ભૂપેન્દ્ર પટેલને કેટલાક કિસ્સાને ટાંકી પત્ર લખ્યો, મળવાનો સમય પણ માંગ્યો

    4 days ago

    ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. કેજરીવાલે જણાવ્યું છે કે, ગુજરાતમાં AAPના આશરે 160 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં 10 હજાર જેટલા કાર્યકરોને ધરપકડ કરવાની યોજના બનાવાઈ રહી છે. તેમણે મુખ્યમંત્રી સાથે સીધી મુલાકાત માટે સમય પણ માંગ્યો છે. પોલીસની કાર્યવાહી પાછળ ભાજપનો હાથઃ મનોજ સોરઠિયા આ મુદ્દે AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે, ગુજરાતમાં AAP કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવી જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પાછળ ભાજપના નેતાઓનો હાથ છે અને વિરોધ પક્ષને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ‘જનતાનો અવાજ દબાવી દેવાશે તો સરકાર સુધી સાચી વાત કેમ પહોંચશે?’ સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે, લોકશાહીમાં દરેક રાજકીય પક્ષને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે, પરંતુ જો આ રીતે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષને દબાવવામાં આવશે તો લોકશાહી માટે ખતરનાક પરિસ્થિતિ ઉભી થશે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો જનતાનો અવાજ જ દબાવી દેવામાં આવશે તો સરકાર સુધી સાચી વાત કેવી રીતે પહોંચશે? આગામી દિવસોમાં તણાવ વધી શકે! AAP તરફથી કેજરીવાલના પત્રને જાહેર કરવાની પણ માગ કરવામાં આવી છે, જેથી ગુજરાતની જનતા સુધી સત્ય પહોંચે. આ સમગ્ર મામલે રાજ્યની રાજનીતિમાં આગામી દિવસોમાં વધુ તણાવ જોવા મળી શકે છે. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીને લખેલા પત્રના શબ્દો… આદરણીય ભૂપેન્દ્ર પટેલ જી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ભાજપના ભ્રષ્ટાચાર, અત્યાચાર અને દમનના કુશાસનથી જનતા ખૂબ પરેશાન થઈ ચૂકી હતી. ભાજપ ગુજરાતમાં કોંગ્રેસ સાથે મિલીભગતથી છેલ્લા 30 વર્ષથી સરકાર ચલાવી રહી છે, જેના કારણે ગુજરાતમાં કોઈ વિકલ્પ નહોતો. આમ આદમી પાર્ટીના રૂપમાં લોકોને પહેલીવાર એક મજબૂત વિકલ્પ મળ્યો છે. લોકો જાણે છે કે આમ આદમી પાર્ટી એક નિડર, પ્રામાણિક, દેશભક્ત અને ભણેલા-ગણેલા લોકોની પાર્ટી છે. આમ આદમી પાર્ટી ભાજપ સાથે ક્યારેય સમાધાન નહીં કરે. આ જ કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે. હવે આખા ગુજરાતમાં એ ચર્ચાનો વિષય છે કે ભાજપ જઈ રહી છે અને આમ આદમી પાર્ટીની સરકાર આવી રહી છે. આથી ભાજપે હવે આમ આદમી પાર્ટી વિરુદ્ધ એક ષડયંત્ર રચ્યું છે કે, પાર્ટીના મોટાભાગના નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી લો, જેથી આમ આદમી પાર્ટી જ ન બચે. આ ષડયંત્ર હેઠળ છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 160થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આ કડીમાં ગઇકાલે ગુજરાત પોલીસે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પણ ધરપકડ કરી હતી. તેઓ કાર્યકરોની ગેરકાયદે ધરપકડની જાણકારી લેવા પોલીસ સ્ટેશન ગયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસની આ કાર્યવાહી તેજ બની છે, જેનાથી સંદેશ જાય છે કે ભાજપ પોલીસના જોરે ચૂંટણી જીતવા માંગે છે. છેલ્લા 48 કલાકમાં કાર્યકરોની ધરપકડ પાછળ એક નિશ્ચિત પેટર્ન જોવા મળી રહી છે. કાર્યકરને રસ્તામાં કેટલાક ગુંડાઓ રોકે છે અને તેની સાથે મારપીટ તેમજ ગાળાગાળી કરે છે. તે ગુંડાઓ ક્રાઈમ બ્રાન્ચને ફોન કરે છે અને પોલીસ તરત જ ત્યાં પહોંચી જાય છે. પોલીસ પૂછપરછ કર્યા વગર હુમલો કરનાર ગુંડાઓને છોડી દે છે અને 'આપ'ના કાર્યકરો પર કલમ 307 (હત્યાનો પ્રયાસ) લગાવી જેલમાં મોકલી દે છે. છેલ્લા 48 કલાકમાં થયેલી ત્રણ ઘટનાથી સાબિત થાય છે કે, આ બધુ પૂર્વ આયોજનથી થઈ રહ્યું છે. ખંભાળિયાઃ 31 માર્ચ, 2026 દીપકસિંહ બપોરના 3 વાગ્યાની આસાપાસ જઈ રહ્યાં હતા, ત્યારે બે વ્યક્તિ બાઈક લઈને આવ્યાં, ઓવરટેક કરી અને મારપીટ કરી. જ્યારે દીપકસિંહ ફરિયાદ કરવા ગયા ત્યારે તેમની જ ધરપકડ કરવામાં આવી. પોરબંદરઃ 30-31 માર્ચ, 2026 પવન અને જગદીશ કામથી જઈ રહ્યાં હતાં, ત્યારે સ્કુટી સવારને જાણીજોઈને તેઓની આગળ વાહન લગાવીને મારપીટ કરી. પોલીસે તપાસ કર્યા વગર તેમની પર કલમ 307 લગાવી જેલમાં મોકલી દેવાયા. જામનગરઃ 31 માર્ચ, 2026 નવીન કાકરાન, મુન્ના કુમારી, આલોકસિંહ, પુનીતરાજ, પ્રિયવ્રતની ગાડીને એક ટુ-વ્હીલર સવારે ટચ કર્યું. તેણે આલોકસિંહ સાથે બબાલ કરી ધક્કો માર્યો. પોલીસે પીડિતો પર જ 307નો કેસ કર્યો. સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે આ સ્કૂટર સવાર આખરે કોણ છે? તેમને દરેક જગ્યાએ "આપ" (આમ આદમી પાર્ટી) ના કાર્યકર્તાઓ સાથે ટક્કર મારવા માટે કોણ મોકલી રહ્યું છે? અને દરેક જગ્યાએ એવું લાગે છે કે પોલીસ તેમની ફરિયાદ પર એક જેવી જ FIR કરવા માટે તૈયાર બેઠી છે. આનાથી સ્પષ્ટ જાહેર થાય છે કે આ બધું એક પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ થઈ રહ્યું છે. માત્ર આ ત્રણ કેસ જ નહીં, અત્યાર સુધી અમારા જેટલા પણ કાર્યકર્તાઓની અન્ય કેસોમાં ધરપકડ કરવામાં આવી છે, તે તમામ પર લગાવાયેલા કેસ સંપૂર્ણપણે ખોટા અને નકલી છે. એટલું જ નહીં, આમ આદમી પાર્ટીના સેંકડો નેતાઓ અને કાર્યકર્તાઓના ઘરે પોલીસ જઈને ખુલ્લેઆમ ધમકી આપી રહી છે. તેમને ગુજરાત છોડવા માટે કહેવામાં આવી રહ્યું છે, અન્યથા ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપવામાં આવી રહી છે. તેમના પરિવારોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમને વિવિધ રીતે ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખતમ કરવાની આ સાજિશ ટોચના સ્તરે (ટોપ લેવલ પર) રચવામાં આવી છે. સાંભળવામાં એવું પણ આવી રહ્યું છે કે આગામી થોડા દિવસોમાં દસ હજાર કાર્યકર્તાઓની ધરપકડ કરવાની યોજના છે, જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર જ ન ઉતારી શકે અને ભાજપ એકતરફી ચૂંટણી જીતી જાય.શું ભાજપ આ રીતે ગુજરાતમાં ચૂંટણી જીતવા માંગે છે? આ તો લોકશાહી માટે એક મજાક છે. જો વિપક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને જેલમાં નાખીને જ ચૂંટણી જીતવી હોય, તો ચૂંટણી કરાવવાની જરૂર જ શું છે? પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. જો અમે ઈચ્છીએ તો પંજાબમાં અમે પણ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને આ જ રીતે ખોટા કેસ કરીને જેલમાં નાખી શકીએ છીએ. પરંતુ અમે એવું નહીં કરીએ કારણ કે અમે સારા અને શરીફ લોકો છીએ. બંધારણમાં વિશ્વાસ રાખીએ છીએ.અમે ગુંડાગીરી નથી કરતા. અને વળી અમારે એવું કરવાની જરૂર પણ નથી. કારણ કે અમે પંજાબમાં ખૂબ સારા કામ કર્યા છે. પોતાના કામોથી અમે લોકોના દિલ જીત્યા છે. અમે ચૂંટણી પોતાના કામોના જોરે લડીએ છીએ. અમે પોતાના સારા કામના નામે વોટ માંગીશું. તમારે ગુજરાતમાં આ દમન એટલા માટે કરવું પડી રહ્યું છે, કારણ કે તમે બધા ખોટા કામ કર્યા છે, ગુંડાગીરી કરી છે, ચોરી કરી છે, અત્યાચાર અને દમન કર્યું છે. તમે કોઈ સારું કામ કર્યું નથી. ગુજરાતની જનતાને બતાવવા માટે તમારી પાસે કોઈ સારું કામ નથી. એટલા માટે તમારે ચૂંટણી જીતવા માટે આ દમન અને અત્યાચાર કરવો પડી રહ્યો છે. ગુજરાતની જનતા બધું જોઈ રહી છે. તે ભાજપની તાનાશાહીથી ન તો ડરશે અને ન તો દબાશે. તમે કેટલા લોકોને જેલમાં નાખશો? શું તમે ગુજરાતની આખી 6 કરોડ જનતાને જેલમાં નાખી શકો છો? આજે આમ આદમી પાર્ટીની વિચારધારા ગુજરાતના દરેક ઘરમાં પહોંચી ગઈ છે. ભાજપ તેને જેટલું દબાવવાનો પ્રયત્ન કરશે, "આપ" ની વિચારધારા એટલી જ વધુ ફેલાશે. હું અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અમારા ગુજરાતના નેતાઓ સાથે આપને મળવા માંગીએ છીએ. આશા છે કે તમે જલ્દીથી જલ્દી મળવાનો સમય આપશો. આપનો, અરવિંદ કેજરીવાલ (રાષ્ટ્રીય સંયોજક, આમ આદમી પાર્ટી)
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રમાં જીવિત સમાધિ લેવાનો 'ચમત્કાર' ફ્લોપ:અમરેલીના ઢોલરવા ગામે વિજ્ઞાન જાથા અને પોલીસે અંધશ્રદ્ધાનો પર્દાફાશ કર્યો
    Next Article
    વનિતાબેન પટેલ અરવલ્લી રેડક્રોસ સોસાયટીના ચેરમેન બન્યા:મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની સર્વાનુમતે વરણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment