Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રમાં જીવિત સમાધિ લેવાનો 'ચમત્કાર' ફ્લોપ:અમરેલીના ઢોલરવા ગામે વિજ્ઞાન જાથા અને પોલીસે અંધશ્રદ્ધાનો પર્દાફાશ કર્યો

    4 days ago

    અમરેલી જિલ્લાના ઢોલરવા ગામે શ્રદ્ધાના નામે ચાલતા એક મોટા તૂતનો પર્દાફાશ થયો છે. એક વૃદ્ધ દ્વારા જીવિત સમાધિ લેવાની કરવામાં આવેલી જાહેરાતને પગલે ફેલાયેલી અંધશ્રદ્ધાને ભારત જન વિજ્ઞાન જાથા અને સ્થાનિક પોલીસની ટીમે સમયસર દખલગીરી કરીને અટકાવી દીધી છે. શું હતી સમગ્ર ઘટના? ઢોલરવા ગામના રહેવાસી અરજણભાઈ રુડાભાઈ ખુમાણે એક મહિના અગાઉ એવી જાહેરાત કરી હતી કે, તેઓ 1 એપ્રિલ ગુરુવારના રોજ સવારે 9 થી 11 દરમિયાન સ્વેચ્છાએ પોતાના પ્રાણ ત્યાગ કરશે. તેમણે દાવો કર્યો હતો કે તેમના શરીરમાંથી આપોઆપ જીવ વયો જશે અને ત્યારબાદ તેમને ધાર્મિક વિધિ મુજબ જીવિત સમાધિ આપવામાં આવે. આ જાહેરાતને પગલે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાળુઓ તેમના આશીર્વાદ લેવા પહોંચી રહ્યા હતા. વિજ્ઞાન જાથા અને પોલીસની કડક કાર્યવાહી આ ઘટનાની જાણ થતા જ ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા અને તેમની ટીમ સક્રિય થઈ હતી. જાથાએ આ મામલે પોલીસ અને કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી કે, આવી ઘટનાઓ પાછળ ઘણીવાર મોટું ષડયંત્ર હોય છે. જ્યારે જાહેરાત મુજબ કુદરતી મૃત્યુ થતું નથી, ત્યારે ઘણીવાર ઝેરી પદાર્થ આપી વ્યક્તિને મોતને ઘાટ ઉતારી તેને 'સમાધિ'નું રૂપ આપવામાં આવે છે અને પછી ત્યાં ડેરી બનાવી રૂપિયા કમાવવાનું ષડયંત્ર રચાય છે. ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા અને તેમની ટીમના સભ્યો પોલીસ સાથે ઢોલરવા ગામ પહોંચ્યા હતા. કાયદાકીય ગુંચવણ અને સમજાવટને અંતે વૃદ્ધે સ્વીકાર્યું હતું કે આવું કશું થવાનું નથી. તેમણે પોતાની ભૂલ સ્વીકારી સૌની માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ નહીં કરે તેવું લેખિતમાં લખાણ આપ્યું હતું. લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ આ ઘટના બાદ વિજ્ઞાન જાથાની ટીમે ઢોલરવા ગામની મુલાકાત લીધી હતી. ટીમમાં રાજુભાઈ યાદવ, રોમિતભાઈ રાજદેવ, ભાનુબેન શેઠીયા સહિતના સભ્યો જોડાયા હતા. તેમણે ગ્રામજનોને સમજાવ્યું હતું કે જીવિત સમાધિ લેવી એ કાયદાકીય રીતે ગુનો છે. સ્વૈચ્છિક મૃત્યુના નામે થતા આવા દાવાઓ તદ્દન પોકળ અને વૈજ્ઞાનિક રીતે અશક્ય છે. આવી અંધશ્રદ્ધા ભાવિ પેઢીને હતાશા તરફ દોરી જાય છે. તંત્ર અને વિજ્ઞાન જાથાની સતર્કતાને કારણે એક અઘટિત ઘટના બનતા અટકી ગઈ છે અને અંધશ્રદ્ધા ફેલાવનારા તત્વોને લપડાક મળી છે.
    Click here to Read More
    Previous Article
    સેક્ટર-16માં બેંક ઓફ બરોડામાં સાપ નીકળતા ફફડાટ:ગ્રાહકો અને સ્ટાફના બેંકમાં સાપ દેખાતા સ્ટાફના હોંશ ઉડી ગયા; ‘સર્પમિત્ર’એ ધામણનું રેસ્ક્યૂ કર્યું
    Next Article
    ગુજરાતમાં AAP કાર્યકરોની ધરપકડ મુદ્દે રાજકારણ ગરમાયું:કેજરીવાલે CM ભૂપેન્દ્ર પટેલને કેટલાક કિસ્સાને ટાંકી પત્ર લખ્યો, મળવાનો સમય પણ માંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment