Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇકચાલકનું મોત:વીરા હોટલ સામે કાર-બાઈકની સામસામે ટક્કર, મહેસાણામાં સારવાર દરમિયાન મોત

    8 hours ago

    પાટણ જિલ્લાના સમી-હારીજ હાઇવે પર વીરા હોટલ સામે હ્યુન્ડાઇ i20 કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી કારે બાઇકને સામેથી જોરદાર ટક્કર મારતાં બાઇકચાલક મહંમદહનીફ હીમુભાઇ કાજી ગંભીર રીતે ઘવાયા હતા. તેમને સારવાર માટે મહેસાણા લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. હાઇવે પર કારની બાઇકને જોરદાર ટક્કર મળતી માહિતી મુજબ, સમી ગામના હાઇવે રોડ પર વીરા હોટલ પાસે ગોલ્ડન ગ્રેનાઇટ માર્બલ અને ટાઇલ્સના શોરૂમ ધરાવતા સલીમભાઇ ઇસ્માઇલભાઇ કાજી પોતાના શોરૂમની બહાર ઊભા હતા. તે દરમિયાન ગુજરવાડા ચોકડી તરફથી મોટરસાઇકલ નંબર GJ 24 AG 9115 પસાર થઈ રહી હતી. આ સમયે રાધનપુર તરફથી આવી રહેલી હ્યુન્ડાઇ i20 કાર નંબર GJ 24 BF 1323ના ચાલકે બાઇકને સામેથી જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઇજાઓથી સારવાર દરમિયાન મોત અકસ્મતમાં સમીના કાજીવાસમાં રહેતા બાઇકચાલક મહંમદહનીફ હીમુભાઇ કાજી રસ્તા પર પટકાયા હતા. તેમને શરીરે તેમજ કમર અને પેટના ભાગે ગંભીર આંતરિક ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો અને પરિવારજનોએ ઇજાગ્રસ્તને તાત્કાલિક ખાનગી વાહનમાં સમી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સમી સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે પાટણની જનતા હોસ્પિટલમાં રીફર કરાયા હતા. ત્યાંથી ગંભીર આંતરિક ઇજાઓને પગલે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપવામાં આવી હતી. મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ મહંમદહનીફ કાજીને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કારચાલક વિરુદ્ધ સમી પોલીસમાં ગુનો નોંધાયો મૃતકની અંતિમવિધિ અને ધાર્મિક ક્રિયાકાંડ પૂર્ણ થયા બાદ તેમના કૌટુંબિક ભાઇ સલીમભાઇ ઇસ્માઇલભાઇ કાજીએ સમી પોલીસ સ્ટેશનમાં હ્યુન્ડાઇ i20 કાર નંબર GJ 24 BF 1323ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BNS 281, 106(1) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 અને 187 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં શ્રદ્ધા, કાયદો અને માનવતાનો ત્રિવેણી સંગમ:વહેલી સવાર સુધી ગણેશ વિસર્જન પ્રક્રિયા, પોલીસ કર્મચારીઓએ ભક્તો પાસેથી મૂર્તિ લઈ પવિત્ર જળ સુધી પહોંચાડી
    Next Article
    ભંગાર બજાર રોડ પર દબાણ કરનારા 2 વિક્રેતાઓ સામે મનપાની:રોડ પર ભંગારનો માલ રાખી જગ્યા રોકતા માલ જપ્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment