Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં શ્રદ્ધા, કાયદો અને માનવતાનો ત્રિવેણી સંગમ:વહેલી સવાર સુધી ગણેશ વિસર્જન પ્રક્રિયા, પોલીસ કર્મચારીઓએ ભક્તો પાસેથી મૂર્તિ લઈ પવિત્ર જળ સુધી પહોંચાડી

    7 hours ago

    વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનના 12મા દિવસે ગોરવા સ્થિત દશા માતા તળાવ ખાતે શ્રદ્ધા, કાયદો અને માનવતાનો એક વિશિષ્ટ સંગમ જોવા મળ્યો હતો. તહેવારો દરમિયાન સામાન્ય રીતે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાની કડક ભૂમિકામાં જોવા મળતી હોય છે, પરંતુ ગોરવા તળાવ પર પોલીસે પોતાની ફરજની સાથે સાથે સેવા અને આત્મીયતા કેળવી હતી. વિસર્જન સ્થળે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તૈનાત પોલીસ કર્મચારીઓ પણ ગણપતિ બાપાની ભક્તિના રંગે રંગાયા હતા. પોલીસ કર્મચારીઓ ભક્તોના ઉત્સાહમાં સહભાગી બન્યા ગોરવા તળાવ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રીજીની મૂર્તિઓના વિસર્જન માટે આવી પહોંચ્યા હતા. ભક્તોની ભીડ અને ભારે મૂર્તિઓને કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસે પોતે આગળ આવીને સેવા કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસ જવાનોએ શ્રદ્ધાળુઓના હાથમાંથી ગણેશજીની મૂર્તિઓ પોતાના સુરક્ષિત અને ભાવુક હાથોમાં ઉપાડીને પવિત્ર જળ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જવાનો માત્ર મૂર્તિઓ ઊંચકવા પૂરતા સીમિત ન રહ્યા, પરંતુ ભક્તોના ઉત્સાહમાં સહભાગી બનીને ગણપતિ બાપ્પા મોરિયા, અગલ વર્ષ તૂ જલ્દી આના નારા પણ પૂર્ણ શ્રદ્ધા સાથે લગાવ્યા હતા. કાયદાના રક્ષકોની આત્મીયતા ભક્તોના દિલ જીતી ગઈ જવાનોને આ રીતે ભક્તિરસમાં ઝૂમતા અને ભક્તોની સેવા કરતા જોઈને ત્યાં હાજર સૌ કોઈ ભાવવિભોર બની ગયા હતા. કાયદાના રક્ષકોની આ આત્મીયતા અને નિઃસ્વાર્થ સેવાની ભાવનાએ હજારો ભક્તોના દિલ જીતી લીધા હતા. પોલીસ અને જનતા વચ્ચેના આ અદ્ભુત તાલમેલને કારણે સમગ્ર ગણેશ વિસર્જન પ્રક્રિયા કોઈપણ અડચણ વિના, અત્યંત શાંતિપૂર્ણ, ભાવુક અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ હતી. ગોરવા પોલીસની આ સરાહનીય કામગીરીની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. શહેરમાં ડ્રોન દ્વારા પોલીસની ચાંપતી નજર વડોદરા શહેરમાં વહેલી સવાર સુધી વિસર્જન પ્રક્રિયા ચાલી હતી. શહેરમાં વિશાળ મૂર્તિઓ મધ્ય રાત્રી બાદ વિસર્જન માટે લાવવામાં આવી હતી. શહેરના રાજમાર્ગો આખી રાત સતત ધમધમતા રહયા હતા ત્યારે પોલીસ દ્વારા પણ વિવિધ માર્ગો ઉપર ડ્રોન મારફતે સઘન મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. શાંતિમય માહોલમાં વિસર્જન સંપન્ન થતા તંત્રે હાશકારો લીધો હતો. શહેરના 12 તળાવોમાં અંદાજે 20 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વિનોદ કાંબલીની અત્યંત કરૂણ પરિસ્થિતિનો વીડિયો:ધ્રુજતા અવાજે વૃદ્ધાશ્રમમાંથી કહ્યું- મારા ઘરમાં પણ મને આટલો પ્રેમ નથી મળ્યો, અહીં ઘણી શાંતિ છે
    Next Article
    સમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇકચાલકનું મોત:વીરા હોટલ સામે કાર-બાઈકની સામસામે ટક્કર, મહેસાણામાં સારવાર દરમિયાન મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment